દેવી દીપ જ્યોતિની આરાધના

W.DW.D

"હે દીપ જ્યોતિ તુ અમારૂ કલ્યાણ કરનાર, શુભ કરનાર અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનારી છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! હે દીપ જ્યોતિ તુ પરબ્રહ્મ છે, તુ જનાર્દન છે, તુ અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!"
'शुभं करोतु कल्याणमारोग्यं धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥'
જ્યાં પ્રકાશ હોય છે ત્યાંથી અંધારૂ દુર થઈ જાય છે. જ્યાંથી અંધકાર દુર થઈ જાય છે ત્યાં માંગલ્ય થાય છે, સર્વત્ર શુભ થાય છે, ત્યાં આરોગ્ય પણ સારૂ રહે છે, ત્યાં ધન સંપત્તિ પણ હોય છે. બુધ્ધિમાં પ્રકાશ થતાં જ શત્રુની બુધ્ધિ કુંઠિત થઈ જાય છે શત્રુનો વિનાશ નિશ્ચિત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરેનો નાશ થઈ જાય છે. પાપનું કારણ અજ્ઞાન છે અને આ અજ્ઞાનને દૂર કરનાર દિપક છે. આપણા જીવનમાં તે જ્ઞાનનો પ્રકાશ લાવે છે અને અજ્ઞાનના અંધકારને દૂર ભગાવી દે છે.

આજના આ યુગમાં જ્યારે આખુ વાતાવરણ વિદ્યુત શક્તિથી ઝગમગી રહ્યું છે, ત્યારે કોઇ શિક્ષિત માણસને દીપ પ્રગટાવીને તેને નમન કરવાની ક્રિયા હાસ્યાસ્પદ લાગે છે. જ્યારે પૌરાણિક જમાનામાં વિજળીનો અભાવ હતો, ત્યારે દીપ પ્રગટાવીને તેને સ્થિર રહેવાની પ્રાર્થના કરવી એ સુયોગ્ય હતું. કેમકે જો દીવો હોલવાઈ જાય તો ચાલુ કાર્ય અધૂરું રહી જતું. પરંતુ આજે પરિસ્થિતિમાં મહાન પરિવર્તન થયો છે. આજે વિજ્ઞાને માણસને એવા ભૌતિક વિકાસ પર લાવીને ઉભો કરી દીધો છે, જ્યાં તેને દિપકની સ્તુતિ કરવાનો સમાય નથી.
W.DW.D


આપણાં પુર્વજોએ દીપ દર્શનને પ્રાધાન્ય આપ્યુ હતું. તેની પાછળ ખુબ જ ઊંડી સમજ અને કૃતજ્ઞતાની સંભાવના હતી. વિદ્યુત શક્તિના આ યુગમાં પણ ઘીનો દીવો પ્રગટાવીને તેને નમસ્કાર કરવાની એટલી જ પ્રચંડ માનયતા છે. ઘીનો દીવો પોતાની ધીમી જ્યોતથી માણસને આત્મજ્યોતિનું માર્ગદર્શન કરાવે છે, જેના દ્વારા મનુષ્ય શાંત બનીને અંતર્મુખ બને છે.

એક દીવો બીજા કેટલાય દીવાને પ્રકાશીત કરી શકે છે, જ્યારે એક લાઈટનો બલ્બ બીજા બલ્બને પ્રકાશીત નથી કરી શકતો. એટલા માટે આ યુગમાં પણ દીપકનું અને તેની જ્યોતનું એટલુ જ મહત્વ છે. માણસે દીપક પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે હું પ્રકાશીત રહીશ અને બીજાઓને પણ પ્રકાશીત કરીશ. જાતે બળીને બીજાને અજંવાળું આપવની પ્રેરણા આપણને દીવા દ્વારા મળે છે. માણસે પણ જગતમાં અંધકાર દૂર કરવા માટે, અજ્ઞાન દૂર કરવા માટે અને દૈવીક વિચારોનો પ્રકાશ ફેલાવવા માટે હંમેશા પોતે બળતાં રહેવું જોઈએ આવી જીવનદીક્ષા દીપક આપણને આપે છે.