કાળીચૌદસની માતાની પૂજા-વિધી

W.DW.D

કાળીચૌદસમાકાળીમાંનપૂજા -
- આ દિવસે લોટના દીવા બનાવો.
- દીવામાં તલનું તેલ ભરીને, દીવાની ચારેબાજુ રૂની ચાર બત્તિયો લગાવો.
- દીવો પ્રજવલ્લિત કરો.
- પૂર્વ તરફ મોઢુ રાખીને ફૂલ-ચોખાથી પૂજન કરો.
- ત્યારબાદ નીચેના મંત્રથી દીવાને કોઈ મંદિરમા મૂકી દો.

दत्तो दीपः चतुर्दश्यां नरक प्रीतये मया।
चतुः वर्ती समायुक्त सर्वपापापनुत्तये॥

- સાંજે ઘર, દુકાન, કાર્યાલય વગેરેને સળગતાં દીવાથી સુશોભિત કરો.

અ) હનુમાન જન્મ મહોત્સવ -
આજના દિવસે અંજનાદેવીના ગર્ભમાંથી રામભક્ત હનુમાનનો જન્મ થયો હતો, તેથી તે અંજનેયાય તરીકે પણ ઓળખાય છે.

- હનુમાનના ભક્તો સવારે સ્નાન કરી નિમ્ન સંકલ્પ સાથે હનુમાનની પ્રતિમા પર તેલ-સિંદૂર ચઢાવીને પંચોપચાર અથવા ષોડ્શોપચાર પૂજન કરે.

'शौर्यौदार्यधौर्यादिवृद्ध्‌यर्थं हनुमत्प्रीतिकामनया
हनुमज्जयंतीमहोत्सवं करिष्ये'।

- ત્યારબાદ લાડુ, ચૂરમાનો નૈવેધ બતાવે.
- પછી સુંદરકાંડનો પાઠ કરી પ્રસાદ વહેંચો.

બ) કાળી ચૌદસ સ્નાન -
-ચંદ્રોદયવ્યાપિની ચતુર્દશીએ સવારે નિત્યકામથી પરવારીને નીચેના મંત્ર સાથે શરીરમાં તલનું તેલ વગેરેનું ઉબટન લગાડવું.

यमलोकदर्शनाभावकामोऽहमभ्यंगस्नानं करिष्ये।

- હળથી ઉખડેલી માટીના ઢેલા અને ઉંગા વનસ્પતિને પોતાના માથા પરથી ફેરવી શુધ્ધ સ્નાન કરવું.

ક) યમ દીપદાન અને યમ તર્પણ -
દીપદાન-
- સાંજે પ્રદોષ સમયે તલનું તેલથી ભરીને 14 દીવા એક થાળીમાં સજાવો.
- પછી હાથમાં પાણી લઈને નીચેનો સંકલ્પ બોલો -
'यम-मार्ग अंधकार निवारणार्थे चतुर्दश दीपानाम्‌ दानं करिष्ये ।
- સંકલ્પ પાણી છોડો.
- હવે દીવો સળગાવી ફૂલ-ચોખાથી પૂજન કરો.
- ત્યારબાદ તે દીવાને સૂની જગ્યાએ કે સાર્વજનિક સ્થળે અથવા કોઈ મંદિરમાં લગાવો.

ખ) યમ તર્પણ -
-સાંજે એક પાત્રમાં પાણી ભરીને કાળા અને સફેદ તલ અને કુશા નાખો.
- યજ્ઞોપવિતની કંઠીની જેમ ઘારણ કરો.
- નીચેનો મંત્ર બોલતી વખતે હાથમાં પાણી ભરીને આંગળીયો વડે તે જ પાત્રમાં પાણી છોડતા જલાંજલિ આપો -
1) યમાય નમ: 2) ધર્મરાજાય નમ: 3) મૃત્યવે નમ : 4) અનંતાય નમ : 5) વૈવસ્વતાય નમ: 6) કાલાય નમ:
7) સર્વભૂતક્ષયામ નમ: 8) ઔદુમ્બરાય નમ: 9) દઘ્નાય નમ: 10) નીલાય નમ : 11) પરમેષ્ઠિતે નમ:
12) વૃકોદરાય નમ: 13) ચિત્રાય નમ : 14) ચિત્રગુપ્તાય નમ :

ગ) યમરાજ પૂજન -
- આ દિવસે યમને માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર મૂકો.
- રાતે ઘરની સ્ત્રીયો દીવામાં તેલ નાખી ચાર બત્તી સળગાવે.
- પાણી, રોલી ,ચોખા, ગોળ, ફૂલ, નૈવેધ વગેરે સાથે દીવો સળગાવી યમનું પૂજન કરો.

વેબદુનિયા પર વાંચો