દાળની કચોરી

સામગ્રી - 1/2 - 1/2 વાટકી અડદની અને મગની ફોતરાં વગરની દાળ, ચપટી હીંગ, 2 ટી સ્પૂન દરદરી વરીયાળી, 2 ચમચી ધાણા જીરૂ, 1 વાડકી દહીં, ગરમ મસાલો 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, મેંદો 500 ગ્રામ, તેલ.

વિધિ - બંને દાળને 3-4 કલાક પલાળી તેને થોડીક દાળ બચાવી બાકીની દાળને કરકરી વાટી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં વરિયાળી અને હિંગ નાખો, અને વાટેલી દાળ અને આખી દાળને બંનેને નાખી સેકી લો. બધા મસાલા નાખીને ઠંડી કરો.

મેંદામાં મીઠુ, મેળવીને ચાળી લો. દોઢ ચમચી(મોટી) તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લો. નાનાં-નાનાં લૂઆ બનાવી લો. હથેળીમાં તેલ લગાવી લોઈને ફેલાવો. કિનારો પાતળી કરો. વચ્ચે મસાલો ભરી બંધ કરી કચોરી તૈયાર કરી લો. તેલ ગરમ કરી અને તેમાં કચોરીઓ તળી લો. ગરમાં ગરમ કચોરી બૂંદીના રાયતા સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો