દિલ્હીના જામીયા નગરમાં આજે સવારે આતંકવાદીઓ ઘુસી આવતાં પોલીસ સાથે અથડામણ થઇ હતી. જેમાં પોલીસ ગોળીબારીમાં બે આતંકવાદી ઠાર મરાયા હોવાનું તેમજ એક પોલીસજવાન ઘાયલ થવાના અહેવાલ છે.
દિલ્હીમાં ગત શનિવારે સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટની હજુ કળ વળી નથી ત્યાં આજે સવારે ફરી એકવાર આંતકી છાયો શહેરમા ડોકાયો છે. અહીના જામીયા નગરમાં બિલ્ડિંગ નંબર 18 માં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતાં પોલીસે તેમને ઘેરો ઘાલ્યો હતો, આ સમયે આતંકવાદિઓએ ગોળીબારી શરૂ કરી હ્તી. જેનો સખત જવાબ પોલીસ અને તાત્કાળ ઘટના સ્થળે પહોચી ગયેલા એનએસજીના જવાનોએ ગોળીબારથી આપ્યો હતો.
આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે અને આ લખાય છે ત્યારે પણ સામસામે ગોળીબારી ચાલુ છે પોલીસ અને આતંકવાદીઓ સાથેની અથડામણ શુક્રવારે સવારે 11 વાગાથી શરૂ થઈ હતી. કહેવાય છે કે દિલ્હીબ્લાસ્ટનો માસ્ટરમાઈંડ તૌકિર આ જ બિલ્ડીંગમં પહેલા છુપાયેલો છે એવા માહિતી મળી રહી છે.