આતંકીઓની એકસરખી મોડસ મોડરન્ડી

વેબ દુનિયા

રવિવાર, 14 સપ્ટેમ્બર 2008 (12:13 IST)
નવી દિલ્હીનાં ભીડભાડ ધરાવતાં માર્કેટ વિસ્તારમાં શનિવારે થયેલા બ્લાસ્ટે ફરીથી આતંકવાદીઓની રણનીતિ સાબિત કરી દીધી છે. વધારેમાં વધારે લોકોની જાનહાનિ કરવા તેણે નવી દિલ્હીનાં પોશ વિસ્તારનાં માર્કેટને નિશાન બનાવ્યું છે.

રાજધાની દિલ્હી હંમેશાથી આતંકવાદીઓનાં નિશાન પર રહ્યું છે. આ પહેલાં પણ દિલ્હીને 2005માં નિશાન બનાવ્યું હતું. જેમાં ત્રણ સ્થળોએ સીરીયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 62 નાગરિકોનાં મોત થયાં હતા. જ્યારે 210 લોકો ઘાયલ થયા હતાં. દિવાળીનાં થોડા દિવસ પહેલાં થયેલા બ્લાસ્ટને કારણે માર્કેટમાં ખુબ ભીડ હોવાથી મૃત્યુઆંક પણ વધી ગયો હતો.

આ વખતે પણ 13 સપ્ટેમ્બરનાં રોજ સીરીયલ બ્લાસ્ટે ત્રણ વર્ષ પહેલાંનાં બ્લાસ્ટની યાદ અપાવી દીધી હતી. આતંકવાદીઓની રણનીતિને જોઈને આ કૃત્ય સિમી એટલે ઈન્ડીયન મુઝાહીદ્દીનનું કામ હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે અમદાવાદ, જયપુર, હૈદરાબાદ થયેલા સીરીયલ બ્લાસ્ટ સાથે તેની મોડસ ઓપરેન્ડી જોતાં સિમી આતંકવાદીઓનો તેમાં હાથ હોય તેમ લાગે છે.

સામાન્ય રીતે કોનોટ પેલેસ અને કરોલબાગમાં હજારો લોકો ખરીદી કરવા આવતાં હોય છે. તેને કારણે રસ્તા પર ચાલવાની જગ્યા હોતી નથી. આતંકવાદીઓએ લો ઈન્ટેનસીટી બ્લાસ્ટ કરીને ઓછી મહેનતે સેકડો લોકોને મારવાનો પ્લાન કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો