બ્લાસ્ટ બાદ આઈએમનો ઈ મેઈલ

વેબ દુનિયા

રવિવાર, 14 સપ્ટેમ્બર 2008 (12:12 IST)
દેશમાં થયેલા બ્લાસ્ટ બાદ આઈએમ એટલે ઈન્ડીયન મુઝાહીદ્દીને ઈ મેઈલ કરીને સીરીયલ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. તો પોલીસે ઈન્ડીયા ગેટ પાસેથી જીવતો બોમ્બ પકડીને તેને નિષ્ક્રીય કરી નાંખી, વધુ જાનહાનિ થતી રોકી દીધી છે.

અમદાવાદ, જયપુર બાદ ઈન્ડીયન મુઝાહીદ્દીને પણ દિલ્હી પોલીસને ઈ મેઈલ કરીને સીરીયલ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી લીધી છે. દિલ્હી પોલીસને સિમી પર શક હતો. જે સાચી ઠરી છે. સિમીનાં એક ભાગ એવા
ઈન્ડીયન મુઝાહીદ્દીને બ્લાસ્ટ બાદ ઈમેઈલ કર્યો હતો. આ મેઈલમાં બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ઈન્ડીયન મુઝાહીદ્દીને એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. જેમાં આરડીએક્સ જેવા ભારે વિસ્ફોટકની જગ્યાએ બજારમાં આસાનીથી ઉપલબ્ધ એવા તત્ત્વોથી બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતાં. આ બોમ્બમાં છરા, લોખંડનાં ટુકકા વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો