ફરીથી કેન્દ્રની પીપુડી વાગી

વેબ દુનિયા

રવિવાર, 14 સપ્ટેમ્બર 2008 (12:15 IST)
અમદાવાદ, જયપુર, હૈદરાબાદ, મુંબઈ શહેરોમાં છેલ્લાં થોડા વર્ષોમાં બ્લાસ્ટ થયા છે. જેમાં કેટલીય માતાએ તેના પુત્રો ખોયા છે, કેટલાય સુહાગનો સ્ત્રી વિધવા થઈ ગઈ છે, તો બાળકોએ પોતાનાં માતા પિતા ખોયા છે. આ સ્થિતિમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની જગ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલ અને ગૃહરાજ્યમંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ ફરીથી એકવાર પોતાની ટેપ વગાડી છે.

શનિવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે ફરીથી એ જ ટેપ વગાડી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. તેમનાં વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે.

મંત્રી દરેક બ્લાસ્ટ બાદ આ લાઈન બોલે છે. લોકોને આશ્વાસન આપે છે. પણ આતંકવાદી વિરૂધ્ધ પગલાં ભરવાની વાત આવે છે, ત્યારે લઘુમતી વોટબેન્ક મેળવવા માટે કુણુ વલણ અપનાવે છે. પણ જનતા ચુંટણી સુધી સહન કરશે. જે સરકાર જનતાનું રક્ષણ ન કરી શકે, તેને ચુંટણી વખતે જનતા પરચો બતાવી દેશે તે વાત નક્કી છે.

વેબદુનિયા પર વાંચો