દિવાળી પર મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી પૂજન દરેક ઘરમાં થાય છે. આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ છે જે મહાલક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જેના ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યા દેવી લક્ષ્મી સાક્ષાત સ્વરૂપમાં વાસ કરે છે. તેથી લક્ષ્મીને હંમેશા તમારા ઘરમાં રાખવા માટે દિવાળીના દિવસે 5 રૂપિયાનો ખર્ચ કરીને લાવો આ સામાન...
- ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠાનુ પેકેટ ખરીદીને ઘરમાં લાવો અને તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરો. તેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા બની રહે છે. દિવાળીના દિવસે મીઠાનુ પોતુ લગાવવાથી ગરીબી દૂર થાય છે. આ ઉપરાંત ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં થોડુ મીઠુ વાડકી અથવા ડબ્બીમાં નાખીને પણ મુકી શકો છો. તેનાથી નકારાત્મકતા ખતમ થશે અને ધન આગમનના સાધનો બનવા માંડશે.
- ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદો. દિવાળીની રાત્રે લક્ષ્મીજી સામે આખા ધાણા રહેવા દો. બીજા દિવસે સવારે આખા ધાણાને તમારા કુંડામાં વાવી દો. એવી માન્યતા છે કે જો આખા ધાણા વારા લીલોછમ છોડ નીકળે તો આર્થિક સ્થિતિ સુદ્દઢ રહે છે. જો ધાણાનો છોડ પાતળો છે તો સામાન્ય આવક થાય છે. પીળો અને બીમાર છોડ નીકળે તો આર્થિક પરેશાની આવે છે.
લોકમાન્યતા મુજબ ધાણા, હળદર, કમળકાકડી, કોડીયો અને ક્રિસ્ટલ મીઠુ(આખુ મીઠુ) એક લાલ રંગના કપડામાં બાંધીને પોટલી બનાવી લો. લક્ષ્મી મંદિરમાં જઈને આ પોટલી દેવી લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવીને તિજોરી અથવા ધન મુકવાના સ્થાન પર મુકો. ઘર અથવા વેપારમાં ક્યારેય પણ ધન સંબંધિત મુશ્કેલીઓ નહી આવે.