દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે પણ આ દિવસે વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદવામાં આવે છે. પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કયુ દાન તમને પછી અનેકગણો ફાયદો અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.
1. અન્નનું દાન - જો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉ, ચોખાનુ દાન કરવુ ઉત્તમ રહે છે. આ સાથે જ પાણીનુ દાન કરવુ પણ શુભ રહે છે. આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દાન એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર છે.