દિવાળીની તૈયારીઓ આમ તો ખૂબ જ પહેલાહી થવા માંડે છે, પણ દિવાળીની શરૂઆત ધનતેરસના દિવસથી માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીના ઘરેણા, નવુ ઘર કે વઆસણ કે કોઈ અન્ય સામાન ખરીદવાની પરંપરા છે. આ વર્ષે 02 નવેમ્બર (મંગળવારે) ધનતેરસનો તહેવાર ઉજવાશે. આ દિવસે ભગવાન ધન્વંતરી, કુબેર દેવતા, માતા મહાલક્ષ્મી અને યમરાજની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનિરુદ્ધ જોશીના જણાવ્યા અનુસાર, આ દિવસ ઘર, દુકાન, ઘરેણાં કે વાહનની ખરીદી માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધનતેરસ શુભ મુહુર્ત
ધનતેરસ - 02 નવેમ્બર, મંગળવાર
ધન ત્રયોદશી પૂજન મુહૂર્ત
લાભ - સવારે 11.31 થી 12.10 સુધી
અભિજિત - સવારે 11.48 થી 12.33 સુધી
અમૃત - બપોરે 12.10 થી 01.34 સુધી
લાભ - સાંજે 07.23 થી 08.59 સુધી
શુભ - રાત્રે 10.35 થી 12.35 સુધી
નોંધ - રાહુ કાળ બપોરે 2.59 થી 04.23 સુધી મુહૂર્તનો અભાવ રહેશે
જાણો ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?
- ધનતેરસના દિવસે ઘરમાં દક્ષિણા વર્તી શંખ લાવવું શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ શંખથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.
- નવા વાસણો ખરીદવું એ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચાંદીના વાસણો ખરીદવાની રીત પણ છે. લોકો માને છે કે ચાંદી ચંદ્રનું પ્રતિક છે, જે ઠંડક આપે છે. સોના અને ચાંદીના વાસણો અને સિક્કા પણ ખરીદી શકો છો. ઘણા લોકો પણ આ દિવસે ગણેશ લક્ષ્મીજીની મૂર્તિઓ ખરીદે છે અને દિવાળીના દિવસે તેમની પૂજા કરે છે.
- ધનતેરસના દિવસે વાહન ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષ મુજબ જો તમે ધનતેરસના દિવસે કાર લાવવા માંગતા હોય તો તેનુ પેમેંટ એક દિવસ પહેલા જ કરી લેવી, ધનતેરસના દિવસે નહીં. આ સિવાય, અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ સાધનોને ધનતેરસ પર ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.
- સ્ફટિકનુ શ્રીયંત્ર ઘરે લાવવાથી લક્ષ્મી ઘર તરફ આકર્ષિત થાય છે. એટલે ઘનતેરસના દિવસે સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો અને દિવાળીની સાંજે તેને લક્ષ્મી પૂજન સ્થળ પર મુકીને તેનીપૂજા કરો. પૂજા બાદ આ શ્રીયંત્રને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરી અથવા ધન સ્થાન પર મુકી દો તમારા ઘરમાં કાયમ બરકત રહેશે.
- સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરસના દિવસે નવી સાવરણી નવું સાવરણી ઘરમાં લાવો. એનાથી ઘરની નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જશે અને સાફ સુથરા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે.
આ વસ્તુઓ ન ખરીદવી
- આ દિવસે તેલથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. ધનતેરસના દિવસે તેલ, ઘી, રિફાઈન્ડ ઘરમાં લાવવું નહી. ધનતેરસ પર દીવા પ્રગટાવવા માટે પણ તેલની જરૂર પડે છે એટલે આ વસ્તું પહેલાથી જ ખરીદી લેવી.
- આ દિવસે કાળા રંગની વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ. એને શુભ નહીં ગણાય.
- કાચનો સંબંધ રાહુ સાથે છે, એટલે ધનતેરસના દિવસે કાચની ખરીદી કરવી નહીં.
- એલ્યુમિનિયમના વાસણ ધનતેરસ પર ખરીદવાનું અશુભ ગણાય છે. કારણકે ધાતુ પર રાહુનું પ્રભુત્વ છે. અને લગભગ બધા શુભ ગ્રહ એનાથી પ્રભાવિત થાય છે. આ દિવસે છરી, કાતર અથવા લોખંડની વસ્તુ ખરીદવી નહીં.
- ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી નહીં. જોકે કોઈ વાસણ ખરીદી રહ્યા છે તો, ઘરમાં લાવવા પહેલા એને પાણી અથવા કોઈ બીજી વસ્તુથી ભરી લેવી. સ્ટીલ પણ લોખંડનુ બીજો રૂપ છે એટલે સ્ટીલના વાસણ પણ ધનતેરસના દિવસે ખરીદવા નહીં. સ્ટીલના બદલે કૉપર અથવા બ્રૉન્ઝના વાસણ ખરીદવા જોઈએ.