સંજૂ - રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી સંજૂ વર્ષની સૌથી મોટી હિટ રહી. સંજય દત્તની બાયોપિક સંજૂએ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ પીકેના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધુ. પીકેએ 340 કરોડ રૂપિયાનો લાઈફટાઈમ બિઝનેસ કર્યો હતો. સંજૂમાં રણવીર ઉપરાંત પરેશ રાવલ વિક્કી કૌશલ, મનીષા કોઈરાલા, સોનમ કપૂર, દીયા મિર્જા, અનુષ્કા શર્મા અને જીમ સરભ જેવા કલાકાર છે. 100 કરોડમાં બનેલ સંજૂએ બોક્સ ઓફિસ પર કુલ 341.22 કરોડનો બિઝનેસ કર્યો.
પદ્માવત
સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત લાંબા વિવાદ પછી રજુ થઈ હતી. જોકે આ ફિલ્મએ અનેક રેકોર્ડ તોડ્યા અને વર્ષની પહેલી બ્લોકબસ્ટર પણ સાબિત થઈ. પદ્માવતે બોક્સ ઓફિસ પર પોતાનુ શાનદાર પ્રદર્શન રજુ કરતા માત્ર 50 દિવસમાં જ 300 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. શરૂઆતમાં ચાર રાજ્યોમાં રજુ ન થવા છતા ફિલ્મએ દેશભરમા સારુ બોક્સ ઓફિસ કલેક્શન કર્યુ. ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભંસાલી, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની આ પહેલી એવી ફિલ્મ છે જેને 300 કરોડનો આંકડો પાર કર્યો.
2.0
રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 એ અત્યાર સુધી વર્લ્ડવાઈડ 710 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બાહુબલી 2 પછી 2.0 સૌથી વધુ કમાણીના મામલે બીજી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ હજુ પણ સિનેમાઘરમાં ટકી છે. અત્યાર સુધી 2.0ના હિન્દી વર્ઝને 177 કરોડની કમાણી કરી લીધી છે. એવુ કહેવાય રહ્યુ છેકે આવનારા દિવસોમાં આ ફિલ્મ 200 કરોડ સુધી પહોંચી શકે છે. 2.0 ને તમિલ, તેલુગૂ અને હિન્દીમાં કુલ 6800 સ્ક્રીન્સ પર રજુ કરવામાં આવી છે. આ ફિલ્મ 2010માં આવેલ રોબોટની સીકવલ છે. જેમા એશ્વર્યા રાય બચ્ચન પણ હતી.
રેસ - 3
હવે જરા સલમાન ખાનની ફિલ્મ રેસ 3 ની વાત કરીએ. આ ફિલ્મને લઈને ભલે જ સલમાન ખાનની મજાક ઉડી હોય પણ કમાણી મામલે રેસ 3 એ અનેક ફિલ્મોને ધૂળ ચટાવી. કલેક્શનની વાત કરીએ તો રેસ 3 એ કુલ 169 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનુ બજેટ 150 કરોડ રૂપિયાનુ હતુ. રેસ 3 માં સલમાન ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપૂર, જૈકલીન ફર્નાંડિસ અને ડેઝી શાહ પણ છે.