રિપોર્ટ અનુસાર, જ્યારે મહિલા કોન્સ્ટેબલ વારંવાર બળાત્કારને કારણે ગર્ભવતી બની હતી, ત્યારે તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. પીડિત મહિલા પોલીસકર્મીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ તેમની સાથે વારંવાર ગેંગરેપ કર્યો હતો અને વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલા પોલીસકર્મીઓના આક્ષેપ બાદ હંગામો મચી ગયો છે.
અહેવાલ મુજબ, પીડિત મહિલા પોલીસ કર્મચારીઓએ પોતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યા છે.