ઇડરના લાલોડામાં રહેતી મૂળ વડોદરા જિલ્લાની ખેતમજૂર સગીરાનું પાંચેક વર્ષ અગાઉ અપહરણ કરી લઈ જનાર પંચમહાલ જિલ્લાના શખ્સ વિરુદ્ધ ઇડરમાં અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયા બાદ સ્પે. પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે જિંદગીના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. કેસ ચાલવા દરમિયાન પણ અન્ય સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું.
વિજયનાયકે ખેતમજૂર પરિવારની સગીરાને ભોળવીને તા. 05-05-18 ના રોજ રાત્રે પરિવાર ધાબા પર સૂતો હતો તે દરમિયાન અપહરણ કરીને ચિત્રોડાથી અમદાવાદ કચ્છ માંડવી બેદડા ગામે લઇ ગયો હતો જ્યાં સુરેશભાઈ દેવશીભાઈ પટેલના કૂવા પર વિજય નાયકના પિતા અને ભાઈ બહેનો રહેતા હતા ત્યાં મંદિરમાં ફૂલહાર કરી પત્ની તરીકે રાખતો હતો. દરમિયાનમાં ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ બંનેને પકડી ઇડર લાવી હતી.