પ્રાઈવેટ પાર્ટ પર ડંબલ, કમ્પાસના જખમ... કોલેજમાં સીનિયર્સની રૈગિંગના નામ પર હેવાનિયત, 5 ની ધરપકડ

બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (14:32 IST)
Kottayam College Ragging Case - કેરલના એક નર્સિંગ કોલેજથી એવો મામલો સામે આવ્યો જેને સાંભળીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે. એક એવી કોલેજ જ્યા નર્સિંગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બીજાની દેખરેખ અને સેવા કરવાનો અભ્યાસ કરી રહ્યા છે. 
 
કોટ્ટાયમ. કેરલના એક નર્સિગ કોલેજમાંથી એવો મામલો સામે આવ્યો જેને સાંભળીને તમારા રૂવાંટા ઉભા થઈ જશે. એક એવી કોલેજ જ્યા નર્સિંગના વિદ્યાર્થી-વિદ્યાર્થેનીઓ બીજાની દેખરેખ અને સેવા કરવાનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યા કેટલાક સીનિયર્સે પોતાના જ જૂનિયર્સ સાથે એવી દરિંદગી કરી કે સાંભળીને તમારુ દિલ કાંપી જશે.  ઉલ્લેખનીય છે કે કોટ્ટાયમમાં ગાંધીનગર  સ્કુલ ઓફ નર્સિંગ કોલેજમાંથી આવેલ આ સમાચારથી બધાના હોશ ઉડી ગયા.  
 
ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેમણે પોતાના જૂનિયર્સ સાથે ખૂબ જ અમાનવીય હરકત કરી. ફરિયાદમાં કહેવામાં અવ્યુ છે કે તેમણે કપડા ઉતારવા પર મજબૂર કર્યા. તેમના શરીરના નાજુક ભાગ પર ભારે ડંબલ લટકાવ્યુ... હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ જખમો પર મલમ લગાવવાને બદલે તેમને જુદા જુદા પ્રકારના લોશન અને ક્રીમ લગાવવા પર મજબૂર કરવામાં આવ્યા.  
 
પ્રાઈવેટ પાર્ટ પર ડંબલ લટકાવ્યા 
વિદ્યાર્થીઓને તેમના પ્રાઈવેટ પાર્ટ પર ડંબલ લટકાવીને પરેશાન કરવામાં આવ્યા. તેમને કમ્પાસ જેવા ઓજારોથી પણ ઘાયલ કર્યા. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે રૈગિંગ નવેમ્બરથી શરૂ થઈ હતી.  ગાંધીનગર પોલીસે ત્રણ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ફરિયાદ પછી મામલો નોંધી લીધો છે. 
 
મળતી માહિતી મુજબ પહેલા વર્ષના વિદ્યાર્થીઓની ફરિયાદ પર પાંચ સીનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુનિલાવુ, કોટ્ટાયમના નિવાસી સૈમુઅલ, નદાવાયલ, વાયનાડના નિવાસી જીવા, મંજેરી, મલપ્પુરમના નિવાસી રિજિલ જીત, વંડૂર, મલપ્પુરમના નિવાસી રાહુલ રાજ અને કોરુથોડ્ડુ, કોટ્ટાયમના રહેવાસી વિવેકની ધરપકડ કરી છે. 
 
ઘા પર લોશન લગાવ્યુ 
શરીરને કમ્પાસ જેવી વસ્તુઓથી ઘાયલ કરવામાં આવ્યુ અને ઘા પર લોશન લગાવવામાં આવ્યુ. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ક્રીમ ને ચેહરા, ઘા અને મોઢા પર લગાવવામાં આવ્યુ. ફરિયાદમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે સીનિયર વિદ્યાર્થી રવિવારે જૂનિયર વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવીને દારૂ પિતા હતા અને નિયમિત રૂપે જૂનિયર વિદ્યાર્થીઓને મારતા હતા. 
 
ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(બીએનએસ)ની ધારા 118(1), 308(2), 351(1) અને કેરલ રૈગિંગ નિષેધ અધિનિયમ (Kerala Prohibition of Ragging Act) ની ધારા 3 અને 4 હેઠળ મામલો નોંધી લીધો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર