Fake Australian Dollar Factory in Gujarat : ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ રહ્યા પછી પરત ફરેલા વ્યક્તિએ રચ્યો પુરો ખેલ, જાણો આ ગોરખધંધાની સમગ્ર સ્ટોરી

શુક્રવાર, 29 નવેમ્બર 2024 (12:11 IST)
Fake Australian Dollar
Fake Australian Dollar printing factory in Gujarat: ગુજરાત (Gujarat) માં નકલી ઓસ્ટ્રેલિયાઈ ડૉલર છાપવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.. અમદાવાઅદ પોલીસ  (Ahmedabad Police) એ અમદાવાદના વટવામાં ચાલી રહેલ નકલી ડૉલર છાપવાની ફેક્ટરીનો ભંડાફોડ કર્યો છે. નકલી ડૉલર છાપનારા ગેંગના માસ્ટરમાઈંડ મૌલિન પટેલ છે. જે 20 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહ્યા પછી પરત ભારત આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર રમતને અંજામ આપ્યો. નકલી ડૉલરની આ રમતમાં તેની સાથ ધ્રુવ દેસાઈ આપી રહ્યો હતો.   આ લોકો નકલી ડોલર છાપતા હતા. અને તેને લોકોને વેચતા હતા. જે વિદેશ જતા હતા અને કરેંસી એક્સચેંજ કરાવતા હતા. પોલીસે પ્રિંટર સાથે 131 નકલી ડોલર જપ્ત કર્યા છે. આ મામલે ચાર આરોપીઓની ધરપકદ કરવામાં આવી છે. 

 
 અમદાવાદ પોલીસ મુજબ મૌલિન પટેલને કરેંસી વિશે સારી માહિતી હતી. મૌલિન લગભગ બે વર્ષ પહેલા જ અમદાવાદ પરત ફર્યો હતો. અહી પરત આવ્યા બાદ તે પોતાના પરિચિત ધ્રુવ દેસાઈ સાથે મળીને નકલી ડૉલર છાપવાનુ ષડયંત્ર રચ્યુ. બંનેયે એક સ્થાન પર પ્રિંટર લગાવ્યુ અને અન્ય ઉપકરણોની મદદથી નકલી ડોલર છાપવાનુ કામ શરૂ કર્યુ. 
 
પોલીસને માહિતી મળી હતી કે વટવા વિસ્તારમાં એક વ્યક્તિ 40 રૂપિયામાં નકલી ઓસ્ટ્રેલિયાઈ ડોલર વેચી રહ્યો છે. આ માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ કરી તો વાત સાચી નીકળી. આ પછી અમદાવાદ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ કાર્યવાહી કરી અને દરોડો પાડી આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરી. આ દરમિયાન પોલીસને ખબર પડી કે પ્રિન્ટર અને અન્ય સાધનોની મદદથી ફેક્ટરી શરૂ કરીને આ કામ નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે.
 
40 રૂપિયામાં નકલી ડોલર વેચતો હતો
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ખુશ પટેલ અને રૌનક રાઠોડનો પણ સમાવેશ થાય છે. ખુશ પટેલે નકલી ડોલર વેચવાની જવાબદારી લીધી હતી. આ કામમાં તેણે તેના નજીકના સાથી રૌનક રાઠોડને પણ સામેલ કર્યો હતો. તેઓ સાથે મળીને એક નકલી ડોલર 40 રૂપિયામાં વિદેશ જતા લોકોને વેચતા હતા. પોલીસે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટો છાપવા માટે વપરાતું પ્રિન્ટર અને 50 નકલી ઓસ્ટ્રેલિયન ડોલર જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે તેઓ પહેલા પણ ઘણા લોકોને નકલી નોટો વેચી ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર