દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

શનિવાર, 2 જુલાઈ 2022 (17:09 IST)
અમદાવાદ પોલીસ હજુ રથયાત્રા ના બંદોબસ્ત નો થાક ઉતારી ઘરે જ જવાની હતી ત્યાં શહેરમાં બન્યો ફાયરિંગનો બજાવ બન્યો છે. બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. રાત્રે બનેલી આ ઘટનામાં સામે આવ્યું કે એક વ્યક્તિ દારૂના નશામાં છાકટો બની ગયો અને કરી નાખ્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ ચરણજીત સરના નિકોલના ગોવર્ધન ગેલેક્સી બંગલોમાં રહે છે....તેની હાલ નિકોલ પોલીસે ધરપકડ કરી છે.આરોપી ગઈ રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો.ત્યાં ચિરાગભાઈ હદવાણી નામના વ્યક્તિ પોતાનું શ્વાન લઈ વોકિંગ કરવા નિકલ્યા હતા.અચાનક જ ચરણજીતએ કપડાના ફેટમાંથી હથિયાર કાઢી ચિરાગભાઈ સામે તાકયું.ચિરાગભાઈ હજુ કઈ સમજે એ પહેલા આરોપીની પુત્રી આવી ગઈ અને પિતાના હાથ ને ધક્કો મારતા આરોપીએ હવામાં ત્રણેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.હવામાં ફાયરિંગ થતા જ ચિરાગભાઈનો જીવ બચી ગયો હતો.પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જોયું તો આરોપી ચરણજીત અસ્વસ્થ હાલતમાં એટલે કે નશાની હાલતમાં હતો...જેથી પોલીસે તેની આકરી પુછપરછ કરી અટકાયત કરી.તેની સામે પ્રોહીબિશન અને હથિયાર ધારા મુજબ ગુનો નોંધી ધરપકડ પણ કરી.આરોપી કરયનાની દુકાન છે પણ તે દારૂનો વ્યસની છે.અને નશામાં જ તેણે હથિયારથી ફાયરિંગ પણ કર્યું...આરોપી પાસે હથિયાર ના લાયસન્સ પણ છે.પહેલા લિકર પરમીટ હતી પણ તે રીન્યુ ન થતા તેણે ક્યાંકથી ગેરકાયદે દારૂ મંગાવી પીધો હતો.આરોપી પાસે પહેલા ત્રણ હથિયાર હતા પણ કાયદા મુજબ બે જ હથિયાર રાખી શકાતા હોવાના લીધે એક રાઇફલ તેને ઓઢવમાં જમા કરાવી દીધી હતી . બાદમાં એક પીસ્ટલ અને એક બાર બોર નું હથિયાર રાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.હાલ આરોપી સામે ગુનો નોંધાતા હવે પોલીસ લાયસન્સ કેન્સલ કરવાનો રિપોર્ટ કરશે.હાલ પોલીસે જે હથિયારથી ફાયરિંગ કર્યું તે કબ્જે કરી કોઈ અદાવત હતી કે નશામાં જ ફાયરિંગ કર્યું તેના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર