સુરતમાં બિઝનેસમેન બંટી બબલી બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લઈ વિદેશ ભાગી ગયા

બુધવાર, 25 ઑક્ટોબર 2023 (16:45 IST)
સુરત હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતીષ અગ્રવાલ દ્વારા બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી તેમજ અન્ય બિઝનેસમેન પાસેથી પણ કેટલાક રૂપિયા પચાવી પાડીને અમેરિકા ભાગી ગયા હોવાની માહિતી મળી છે, જેની હાલ મલ્ટીપલ FIR થયેલી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં જમીન છેતરપિંડી અને સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચાણ કરી દેવાની માહિતી લઈ ગુનો દાખલ થયેલાની માહિતી મળી હતી, ત્યારે હાલ સમગ્ર મામલે ગાંધીનગર CBIએ તપાસ શરૂ કરી છે.સુત્રોના જણાવ્યા અનુસાર એક કંપનીના માલિકે આ મુદ્દે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પત્ર લખીને જાણ કરી છે. છેતરપિંડી કરનારા પણ મલ્ટીપલ ફરિયાદ થઈ ચૂકી છે. જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુદ્ધ FIR દાખલ થઈ છે. તે ઉપરાંત ઓક્ટોબર 2017માં સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલા છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. આવી ફ્રોડ વ્યક્તિઓને વિદેશથી ઝડપીને અહીં લાવીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ એવું શહેરના મોટા બિઝનેસમેન મીડિયાને જણાવી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર