Bulli Bai App - 12મુ પાસ છે માસ્ટરમાઈંડ વિદ્યાર્થીની, વય માત્ર 18 વર્ષ, શુ હતુ ષડયંત્ર ?

મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (21:38 IST)
18 વર્ષની યુવતીની મુંબઈ પોલીસે  ધરપકડ કરી છે. મહિલા પર આરોપ છે કે તે આપત્તિજનક 'બુલી બાય' એપમાં સંડોવાયેલી છે. જોકે, પોલીસે હજુ સુધી મહિલાની ભૂમિકા અંગે ખુલીને કંઈ કહ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ મહિલા આ એપની માસ્ટરમાઈન્ડ છે, જેણે એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરી અને તેની કથિત રીતે હરાજી કરી.   મુંબઈ પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે છેવટે તેણે આવુ કેમ કર્યુ ? 
 
મંગળવારે, મુંબઈ પોલીસે વાંધાજનક સોશિયલ મીડિયા એપના 'બુલી બાઈ' એપિસોડમાં બીજી ધરપકડ કરી. અગાઉ કર્ણાટકમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર વિશાલ કુમારની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી. વિશાલ કુમારને 10 જાન્યુઆરી સુધી મુંબઈ પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. જો કે, કોર્ટમાં હાજરી દરમિયાન, વિશાલ એક જ વાતનુ રટણ કરી રહ્યો હતો  કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. મુંબઈની સાયબર ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. વિશાલ 21 વર્ષનો છે અને તે એન્જિનિયરિંગના બીજા વર્ષનો વિદ્યાર્થી છે.
 
હવે મુંબઈ પોલીસે  જે મહિલાની ઉત્તરાખંડના રૂદ્રપુરથી ધરપકડ કરી છે, તેની ઉંમર માત્ર 18 વર્ષ જણાવવામાં આવી રહી છે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે 12મું પાસ વિદ્યાર્થીને ઉધમ સિંહ નગર જિલ્લાના સ્થાનિક ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ ટીમ અને યુવતી હજુ પણ ઉત્તરાખંડમાં છે અને મુંબઈથી મહિલા પોલીસ અધિકારીઓના આવવાની રાહ જોઈ રહ્યા છે.
 
આરોપી વિદ્યાર્થીની ની ભૂમિકા હજુ સ્પષ્ટ નથી 
 
બુલી બાય એપ કેસમાં આરોપી વિદ્યાર્થીની ચોક્કસ ભૂમિકા હજુ સ્પષ્ટ નથી. મુંબઈના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેની કથિત ભૂમિકા વિશે કોઈ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.  ડીજીપી અશોક કુમારે યુવતીની ધરપકડની પુષ્ટિ કરી, પરંતુ ભારપૂર્વક કહ્યું કે રાજ્ય પોલીસ તેની પૂછપરછ કરનારી ટીમનો ભાગ નથી. કુમારે એચટીને જણાવ્યું."ઉત્તરાખંડ પોલીસે આરોપીની પૂછપરછ કરી નથી કારણ કે તપાસ ફક્ત મુંબઈ પોલીસ દ્વારા જ કરવામાં આવી છે જે કેસની વિગતો વિશે જાણે છે,"  મુંબઈ પોલીસ હજુ એ વાતની તપાસ કરી રહી છે કે તેણે આવુ શા માટે કર્યું?
 
ઉત્તરાખંડ પોલીસ પ્રમુખે જણાવ્યું હતું કે, "ઉત્તરાખંડ પોલીસે આરોપીઓને પકડવા માટે અમારી એક મહિલા કોન્સ્ટેબલને મોકલીને માત્ર તેમની (મુંબઈ પોલીસ)ની મદદ કરી છે કારણ કે તેમની ટીમમાં કોઈ નહોતું," એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસની ટીમ બપોરે ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુર પહોંચી. તેઓએ તેની ધરપકડ કરવા અમારી મદદ માંગી, જે અમે પૂરી પાડી. ત્યારબાદ ટીમે તેને પૂછપરછ માટે મુંબઈ લઈ જવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા સ્થાનિક કોર્ટમાં રજૂઆત કરી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર