વર્લ્ડકપ 2011ની ટીમનો એક સભ્ય સટોરિયાઓના સંપર્કમાં હતો - મુદગલ કમિટિનો રિપોર્ટમાં ધડાકો

મંગળવાર, 4 નવેમ્બર 2014 (11:06 IST)
ક્રિકેટની દુનિયામાં સનસની મચાવનારી  સ્પોટ ફિક્સિંગ પર મોટો ખુલાસો થયો છે. કેસની તપાસ કરી રહેલ જસ્ટિસ મુદ્દગલે સોમવારે સુપ્રીમ કોર્ટને પોતાની તપાસ રિપોર્ટ સોંપી છે. 
 
રિપોર્ટના મુજબ મુદ્દગલ કમિટિની રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 2011 વર્લ્ડ કપ ટીમનો એક સભ્ય હતો. સટોરિયોના સંપર્કમાં જો કે હવે તે ખેલાડી હવે ભારતીય ટીમનો ભાગ નથી. જસ્ટિસ મુદ્દગલે પોતાની રિપોર્ટમાં કોઈ ખેલાડી પર બુકી કનેક્શન સ્પોટ ફ્ક્સિંગ કે મેચ ફિક્સિંગમાં જોડાવવાનો  આરોપ નથી લગાવ્યો પણ કેટલાક એવા ઈશારા કર્યા છે તે ખૂબ જ ગંભીર દેખાય રહ્યા છે. 
 
રિપોર્ટમાં આ ખેલાડીના બુકી લિંકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે 2011માં વિશ્વ કપ જીતનારી ટીમમાં સમાવેશ હતો. તે ખેલાડી ટીમ ઈંડિયામાં નિયમિત રૂપે નથી રમતો પણ ગયા વર્ષે આઈપીએલની નીલામીમા તેની મોટી બોલી લાગી હતી.  
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે આઈપીએલ -6 સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી બાબતે જસ્ટિસ મુકુલ મુદ્દગલ કમિટિએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટ રજુ કરી દીધો. તપાસના ઘેરામાં આઈસીસીના ચેયરમેન અને બીસીસીઆઈના નિર્વાસિત અધ્યક્ષ એન શ્રીનિવાસન પણ છે. આ ઉપરાંત બીજી અનેક મોટી હસ્તિયો આ ઘેરામાં છે. તપાસ પર આગામી સુનાવણી 10 નવેમ્બર પર હશે જેના પર સૌની નજર લાગેલી છે. માહિતી મુજબ બંધ કવરમાં અંતિમ રિપોર્ટને સોંપવામાં આવી.  
 
ઉલ્લેખનીય છે કે સ્પોટ ફિક્સિંગ બાબતે મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની પણ પુછપરછ થઈ છે. મામલાની તપાસ કરી રહેલ જસ્ટિસ મુદ્દગલ કમિટિએ ધોનીને ચાર અને રૈનાને ત્રણ કલાક સવાલ જવાબ કર્યા. ઉલ્લેખનીય છે કે સમિતિએ આ વર્ષની શરૂઆત સુપ્રીમ કોર્ટને 12 ક્રિકેટરો અને અધિકારીઓના નામ બંધ કવરમાં સોપ્યા હતા. સૂત્રો મુજબ મુંબઈની ફોરેસિંક લેબમાં મયપ્પન અને વિદૂ દારા સિંહની વચ્ચે વાતચીતનો જે કથિત ટેપ સામે આવ્યો છે.એ  શ્રીનિવાસનના જમાઈ મયપ્પનની છે. 

વેબદુનિયા પર વાંચો