ક્રિકેટરો જાહેરમાં વેચાયા !

ભાષા

શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2009 (12:57 IST)
ગોવાની હોટલ ફાઈવસ્ટારમાં આજે આઈપીએલના ખેલાડીઓ માટેની નીલામી યોજાયી હતી. જેમાં પીટરસન-ફ્લિંટાફ આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે.

વિજય માલ્યાએ કોઈપન કિંમતે પીટરસનને પોતાની ટીમમાં લેવાનો નિર્ણય કરી લીધો હતો. પીટરસન 7 કરોડ 55 લાખમાં બેંગલોર રોયલ્સ માટે વેચાયો છે.

જ્યારે એંડ્ર્યુ ફ્લિંટોફ પ સાત કરોડ 55 લાખમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમશે. આ બંને ખેલાડીઓએ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી પાડ્યો છે. ધોની તેમનાથી દોઢ કરોડ પાછળ છે.

ઓસ્ટ્રેલિયાના શાન ટૈટને ગયા વખતની ચેમ્પિયંસ રાજસ્થાન રોયલ્સે 375000 ડોલરમાં ખરીદ્યા, જ્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જેપી ડુમિનીને મુંબઈ ઈંડિયંસે 950000 ડોલર આપી ટીમમાં લઈ લીધા છે.

વેસ્ટઈંડીઝના ઝડપી બોલર ફિડેલ એડવર્ડ્સને ડેક્કન ચાર્જર્સે 150000 ડોલરમાં ખરીદ્યા. ઈંગ્લેંડ ઓવૈસ શાહ અને પાલ કોલિંગવુને દિલ્હી ડેયરડેવિલ્સે 275000 ડોલરમાં ખરિદ્યા

વેબદુનિયા પર વાંચો