લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉંડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા સંસ્કરણનુ ફાઈનલ્ ચાલુ છે. શરૂઆતના બે દિવસના રમત પછી કંગારૂ ટીમે ભારતીય ટીમ પર શિકંજો કસતા મેચ પર પોતાની પકડ મજબૂત કરી હતી. પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 469 રન પર સમાપ્ત થયો. જવાબમાં બીજા દિવસના અંત સુધી જ ટીમ ઈંડિયાનો સ્કોર 151 રન પર પાંચ વિકેટ હતી. અજિક્ય રહાણેના અંગૂઠા પર બોલ વાગવાથી તેઓ તકલીફમાં પણ દેખાય રહ્યા હતા. પણ તેઓ રમતા રહ્યા અને કેએસ ભરત તેમની સાથે જે ખૂબ યુવાન છે અને અત્યાર સુધી પોતાના કરિયરમાં કંઈક ખાસ કરી શક્યા ન થી. આ સ્થિતિમાં ટીમ ઈંડિયા મુશ્કેલીમાં લાગી રહી છે. પરંતુ ભારતીય ફેંસે બધી આશાઓ છોડી દીધી છે તો તે થોડી ધીરજ રાખે, કારણ કે ટેસ્ટમાં હજુ એક મોટુ ટ્વિસ્ટ આવવાનુ બાકી છે.
ખરેખર શુક્રવાર આ મેચનો ત્રીજો દિવસ છે. આ દિવસે જો ભારતીય ટીમ 270નો આંકડો બચાવે છે તો ફોલોઓન બચી જશે અને કાંગારૂ ટીમ બીજી ઇનિંગમાં રમશે. નહિંતર, ભારત ફોલોઓન કરી શકે છે અથવા ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગ શરૂ કરી શકે છે અને વિશાળ લક્ષ્ય તરફ જોઈ શકે છે. આવી સ્થિતિમાં, તે ચોથા દિવસ સુધી ચાલશે.
પરંતુ અમે જે ટ્વિસ્ટની વાત કરી રહ્યા છીએ તે ચોથા દિવસથી જ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, જો તે ટ્વિસ્ટ આવે તો છેલ્લા બે દિવસ જ નહીં પરંતુ અનામત દિવસ પણ જોખમમાં આવી શકે છે. મતલબ કે હાલમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી કાંગારૂ ટીમ તેમના હાથમાંથી સરકી શકે છે.
વરસાદ બનશે ટીમ ઈંડિયા માટે વરદાન
ભારતીય ટીમ જ્યા હાલ બીજા દાવમાં જાદુઈ બેટિંગ અબે બોલીંગથી મેચનો પાસો પલટી શકે છે. તો બીજી બાજુ ઈદ્ર દેવ પણ ટીમ ઈંડિયા પર મહેરબાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લંડનમાં હાલ હવામાનનુ જે પૂર્વાનુમાન છે તે કંગારૂઓનુ ટેંશન વધારી શકે છે. શનિવારે એટલે કે ચોથા દિવસે અને રવિવારે એટલે પાંચમા દિવસે યૂકેમાં આખો દિવસ અને આખી સાંજ વરસાદના 80 ટકા ચાંસીસ છે. આ અનુમાન છે એક્યૂવેધરનુ. શનિવારે દિવસે 79 ટકા અને સાંજે 55 ટકા વરસાદની શક્યતા છે. બીજી બાજુ રવિવારે 88 ટકા વરસાદ અહી આવી શકે છે. એટલુ જ નહી 12 જૂન જેને રિજર્વ ડે તરીકે રાખ્યો છે. એ દિવસે પણ વરસાદની 88 ટકા શક્યતા છે. જો ત્રણ દિવસનો રમત અવરોધ થાય છે અને મુકાબલો ડ્રો થાય છે તો ટીમ ઈંડિયાની હાર ટળી શકે છે. જો કે ટીમ ઈંડિયા હજુ મેચ હારી નથી પણ ઓસ્ટ્રેલિયાએ મજબૂતી બનાવી છે.