વિરાટ સારા કપ્તાન કારણ કે તેમની પાસે રોહિત અને ધોની છે

શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (11:00 IST)
ક્રિકેટમાંથી રાજનીતિમાં પગ મુકી ચુકેલા ગૌતમ ગંભીરે ગુરૂવારે ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીને લઈને કેટલીક મહત્વની વાત કરી છે. ગંભીરે કહ્યુ કે ભારતીય ક્રિકેટ ટીમ માટે વિરાટ સફળ કપ્તાન છે. કારણ કે ટીમમાં તેમની પાસે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડી છે. ગંભીરે કહ્ય કે કોઈપણ ખેલાડીની કપ્તાનીની અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે તે ઈંડિયન પ્રીમિયર લીગમાં કોઈ ફ્રેંચાઈજી ટીમની કપ્તાની કરે છે. 
 
એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ગંભીરે કહ્યુ, વિરાટને હજુ પણ ખૂબ આગળ સુધી જવ આનુ છે. પાછળા વિશ્વકપમાં કોહલી ખૂબ સારા રહ્યા પણ હજુ પણ તેમને ઘણુ આગળ વધવાનુ છે. ઈંટરનેશનલ ક્રિકેટમાં તેઓ સારી કપ્તાની કરે છે. કારણ કે તેમની પાસે રોહિત અને ધોની છે. કપ્તાની અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે તમે કોઈ ફ્રેંચાઈજી ટીમની કમાન સભાળી રહ્યા હોય. જ્યારે તમારી પાસે સપોર્ટ માટે મોટા ખેલાડી નથી હોતા. હુ હંમેશા ઈમાનદાર રહ્યો છુ જ્યારે પણ આ વિશે મે વાત કરી છે. 
 
ગંભીરે આગળ કહ્યુ, 'તમે જુઓ કે રોહિત શર્માએ મુંબઈ ઈંડિયંસ અમટે શુ મેળવ્યુ છે અને મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે શુ મેળવ્યુ છે. જો તમે તેની તુલના રૉયલ ચેલેજર્સ બેંગલોર સાથે કરશો તો તમે ખુદ રિઝલ્ટ જોઈ શકશો. આ ઉપરાંત ગંભીરે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા સાથે દાવની શરૂઆત કરવાની વકાલાત પણ કરી હતી. તેમણે કહ્ય કે રોહિત એટલા સારા ખેલાડી છે કે તેઓ કોઈપણ્ણ ફોરમેટમા બેચ પર બેસવુ ડિઝર્વ નથી કરતા. 
 
રાહુલે મળી વધુ તક 
 
ગંભીરે કહ્યુ કે મને લાગે છે કે કે એલ રાહુલને ઘણી તક આપવામાં આવી છે. હવે રોહિત શર્માનો સમય છે કે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગ કરવી જોઈએ.  જો તમે તેમને ટીમમાં પસંદ કરો છો તો તેમને પ્લેઈંગ ઈલેવનનો હોવુ જ જોઈએ.  તેનો કોઈ મતલબ નથી કે તેમને 15-16ની ટીમમાં લઈ તો લીધા પણ તેમને પછી બેંચ પર બેસાડવામાં આવ્યા. 
 
મારા ક્રિકેટિંગ કેરિયરનો સૌથી ખરાબ સમય 
 
આ ઉપરાંત ગંભીરે જણાવ્યુ કે તે 2007માં જ્યારે 50 ઓવર વિશ્વ કપ માટે પસંદગી ન પામ્યા ત્યારે તેમણે ક્રિકેટ છોડવાનુ નક્કી કરી લીધુ હતુ. 2007 વિશ્વ કપમાં ટીમ ઈંડિયાનુ પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યુ અહ્તુ અને ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.  પણ તે જ વર્ષે ભારતે આઈસીસી વર્લ્ડ ટી-20 નો ખિતાબ પોતાને નામે કર્યો હતો. ધોની એ ટુર્નામેંટમાં લીડિગ રન સ્કોરર રહ્યા હતા.  ગંભીરે કહ્યુ, 2007માં જ્યારે  હુ 50 ઓવર વિશ્વ કપ માટે પસંદગી ન પામ્યો તો એ મારા ક્રિકેટિંગ કેરિયરનો સૌથી ખરાબ સમય હતો.  આ પહેલા હુ અંડર 14 અને અંડર 19 વિશ્વ કપમાં પણ રમી શક્યો નહોતો. પણ જ્યારે હુ 2007માં પસંદગી ન પામ્યો તો મે ક્રિકેટ છોડવાનુ નક્કી કરી લીધુ હતુ. 
 
ક્યારેય કોઈએ હાર ન માનવી જોઈએ 
 
ગંભીરે આગળ કહ્યુ, પણ ત્યારબાદ હુ આઈસીસી વર્લ્ડ ટ્વેટી 20 માટે ટીમમાં પસંદગી પામ્યો. પહેલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. પણ મારે માટે કંઈક બીજુ જ લખાયુ હતુ અને હુ ટૂર્નામેંટનો લીડિંગ રન સ્કોરર રહ્યો. હુ વિજતા ટીમનો ભાગ હતો તેથી ક્યારેય કોઈએ હાર ન માનવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર