INDvsBAN: રાજકોટ ટી-20માં આ ખાસ મુકામ મેળવશે રોહિત શર્મા

બુધવાર, 6 નવેમ્બર 2019 (11:20 IST)
ભારતના કાર્યવાહક કપ્તાન રોહિત શર્મા રાજકોટમાં બાંગ્લદેશના વિરુદ્ધ બીજા ટી-20 મુકાબલામાં ઉતરવા સાથે જ 100 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનારા દુનિયાના બીજા ખેલાડી બની જશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની સીરીઝ ની પ્રથમ મેચ રવિવારે દિલ્હીમાં રમાઈ હતી.  જેને મેહમાન ટીમે સાત વિકેટથી જીતી હતી. શ્રેણીની બીજી મેચ સાત નવેમ્બરના રોજ રાજકોટમાં રમાશે. જો કે બીજી મેચમાં ચક્રવાત 'મહા'નો ખતરો મંડરાઈ રહ્યો છે. 

શાહિદ અફરીદીને છોડશે પાછળ 
 
રોહિત શર્માએ  દિલ્હીમાં ઉતરવા સાથે જ પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડ્યો હતો જેમને 98 ટી20 મેચ રમ્યા હતા. રોહિત હાલ પાકિસ્તાનના શાહિદ આફરિદીની બરાબરી પર છે. જેમના નમએ 99 ટી 20 મેચ છે. પાકિસ્તાની ઓલરાઉંડર શોએબ મલિક 111 ટી 20 મેચ સાથે આ ફોમેટમાં 100 મેચ રમનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી છે.  

રાજકોટ ટી20 મેચ પર સંકટના વાદળ છવાયા છે એમ લાગી રહ્યું છે. રાજકોટમાં કમોસમી વરસાદ અને ‘મહા’ વાવાઝોડાની અસરે મેચમાં વિધ્ન સર્જાવાની ભીતિ છે. તેથી પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે સૌરાષ્ટ ક્રિકેટ એસોસિયેશને પિચને ‘મહા કવચ’થી ઢાંકેલી છે. એમ કરી પિચને રમવા લાયક જાળવી રખાય એવી કોશિશ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ‘મહા’ વાવાઝોડાની ભારે અસરથી રાજ્યભરમાં જનજીવન પ્રભાવિત થશે, એવા સમાચાર મળી રહ્યા છે. મહા વાવાઝોડાથી બચવા માટે રાજ્યમાં કેટલાક વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર