ઉત્તરાખંડના રુડકીમાં માર્ગ અકસ્મત પછી ક્રિકેટર ઋષભ પંતની મદદ કરનારા રજત પોતે જ જીવન-મરણ વચ્ચે જૂલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રજતે પોતાની ગર્લફ્રેંડની સાથે મળીને આત્મહત્યાની કોશિશ કરી હતી. બંને સાથે ઝેર ખાધુ હતુ. જો કે રજતની પ્રેમિકાનુ મોત થઈ ચુક્યુ છે. પણ રજત હજુ પણ જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે.. રજતની ગર્લફ્રેંડના મોત પછી તેની માતાએ રજત વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરાવ્યો છે.
રજતે બચાવ્યો હતો પંતનો જીવ
ભારતીય ક્રિકેટર ઋષભ પંત ડિસેમ્બર 2022 માં ઘરે જતા સમયે રૂરકી નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ અને ઉછળીને નીચે પડી ગયા બાદ કારમાં આગ લાગી. પંત ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સંપૂર્ણપણે ભાનમાં પણ નહોતા. આવી સ્થિતિમાં, રજતે તેના મિત્ર સાથે મળીને પંતનો જીવ બચાવ્યો. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મદદ મળ્યા પછી જ પંતનો સાથ છોડ્યો હતો. આ સમય સુધી, રજતને ખબર પણ નહોતી કે તે ભારતીય ક્રિકેટરને મદદ કરી રહ્યો છે. પંતે બાદમાં રજતને સ્કૂટર ભેટ આપીને તેમનો આભાર માન્યો હતો.
આત્મહત્યા માટે મજબૂર કેમ થયો રજત
રજત અને તેની પ્રેમિકા જુદી જુદી જાતિના હતા. આવામાં તેમના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. બંનેના લગ્ન જુદા જુદા સ્થાને નક્કી કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને મેદાનમાં પડેલા મળ્યા. હોસ્પિટલ લઈ ગયા પછી જાણ થઈ કે તેમને બંનેયે ઝેર ખાધુ છે. યુવતીને તો ડોક્ટરે મૃત જાહેર કરી પણ રજતની સ્થિતિ સુધરી રહી છે. ડોક્ટરે આશા કરી છે કે તે ઠીક થઈ શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે લગ્ન માટે પરિવાર રાજી ન હોવાને કારણે ઝેર ખાધુ હતુ.