પાકિસ્તાની કપ્તાન બાબર આઝમનો પોલીસે મેમો ફાડ્યો, આ ભૂલને કારણે લગાવ્યો દંડ

મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (11:27 IST)
babar azam
વનડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પાક્સિતાનની ટીમ નીધરલેંડ્સ વિરુદ્ધ મેચ રમશે. પાકિસ્તાની ટીમને ભારત આવવા માટે વીઝા રજુ કરવામાં આવ્યો છે. વીઝામાં મોડુ થવાને કારણે પાકિસ્તાનને દુબઈમાં ટીમ બૉર્ડિંગ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો.  વીઝામાં મોડુ થવાની ફરિયાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને પણ કરી. હવે પાકિસ્તાનને વીઝા મળી ચુક્યો છે અને ટીમ ભારત આવવા માટે તૈયાર છે. પણ આ પહેલા જ પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમને પોલીસે મેમો પકડાવ્યો છે. 

 
બાબર આઝમ મુશ્કેલીમાં  
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબ મોટરવે પોલીસે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ઓવરસ્પીડિંગ માટે ચલણ જારી કર્યું છે અને દંડ પણ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં બાબર પોલીસકર્મીની સાથે રોડ કિનારે ઊભો છે અને તેની ઓડી કાર નજીકમાં પાર્ક છે. પોલીસકર્મી તેમને કંઈક સમજાવતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા તેથી  તેમને રોકવામાં આવ્યા હતા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ષની શરૂઆતમાં બાબરને તેની કારમાં નંબર પ્લેટ ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
 
ન્યુઝીલેંડ વિરુદ્ધ રમવાની છે વોર્મ અપ મેચ 
બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2023માં સારું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમને ગ્રુપ સ્ટેજમાં જ ભારત અને શ્રીલંકા પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બાબરને તેની  કપ્તાની અને રન ન બનાવવા બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ 27 ઓક્ટોબરે ભારત પહોંચશે. આ પછી પાકિસ્તાની ટીમે 29 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ રમવાની છે.
 
પાકિસ્તાનની ટીમ છેલ્લે ટી-20 વર્લ્ડ કપ 2016માં ભારત આવી હતી. હવે 7 વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફરી ભારત આવશે. 2008માં મુંબઈ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા અને રાજકીય સંબંધો પર પણ ક્રિકેટને અસર થઈ. બંને ટીમો છેલ્લે 2012માં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી. ત્યારથી, બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ રમતી જોવા મળે છે
 
વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ:
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, સઈદ શકીલ, એમ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, હસન અલી, ઉસામા મીર અને વસીમ જુનિયર.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર