શોએબ અખ્તર હવે ક્યારેય દોડી નહી શકે ! મેલબર્નમાં થનારુ મોટુ ઓપરેશન બનશે કારણ

સોમવાર, 22 નવેમ્બર 2021 (14:25 IST)
વર્લ્ડ ક્રિકેટમાં ગતિજ શોએબ અખ્તર (Shoaib Akhtar)ની ઓળખ રહી છે. તેમની ગતિને કારણે જ દુનિયામાં તેમને રાવલપિડી એક્સપ્રેસ કહીને બોલાવતી હતી. તેમના હાથમાંથી નીકળનારી બોલમાં એટલી ગતિ રહેતી હતી કે સામનો કરનારો બેટ્સમેન પણ ગભરાતો હતો. તેનુ રનરઅપ જોઈને ગમેતેવા બેટ્સમેનોનો શ્વાસ ભરાય જતો હતો પણ ક્રિકેટના મેદાન પર દહેશત ફેલાવનારા શોએબ અખ્તરને લઈને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે સારા નથી. આ સમાચારની ચોખવટ અખ્તરે પોતે જ કરી છે. 
 
ભલે જ શોએબ અખ્તર હવે પાકિસ્તાનના ઝડપી બોલરથી પૂર્વ ઝડપી બોલર બની ચુક્યા હોય પણ વર્લ્ડ ક્રિકેટમાં કોઈ એવુ નથી આવ્યુ જે હજુ પણ તેમની ગતિથી મેચ રમી શકે. આવામાં જ્યારે આ સમાચાર મળ્યા કે ગતિનો આ સૌદાગર હવે ક્યારેય દોડી નહી શકે તો ચોક્કસ જ તેમના ફેંસને નિરાશા થશે અને તેની પાછળની વાત પણ એવી જ કંઈક છે. 
 
મારા દોડવાના દિવસો હવે પુરા થયા -  શોએબ અખ્તર 
 
શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર માહિતી શેયર કરી છે કે તે હવે ક્યારેય દોડી નહી શકે. તેમણે આનુ કારણ પણ બતાવ્યુ છે. જેના તાર ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં થનારા તેમના મોટા ઓપરેશન સાથે જોડાયેલા છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલરે જણાવ્યુ કે મેલબર્નમાં તેમના ઘૂંટણનુ ટોટલ રિપ્લેસમેંટ થવાનુ છે તો ખૂબ જ જલ્દી આ માટે તેઓ ઓસ્ટ્રેલિયા રવાના થવાના છે. 
 
અખ્તરે પાકિસ્તાન માટે 224 ઈંટરનેશનલ મેચ રમી 
 
શોએબ અખ્તર તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહ્યા છે. પાકિસ્તાનની સરકારી ચેનલ પીટીવી સ્પોર્ટ્સના એંકર નિયાજ સાથે તેમનો વિવાદ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.  જ્યારબાદ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલરે લાઈવ ટીવી શો માંથી જ રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. જો કે પછી એંકરે નૌમાન નિયાજે અખ્તરની માફી માંગી લીધી હતી. 
 
અખ્તરે વર્ષ 2011માં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ, 163 વનડે અને 15 ટી20 ઈંટરનેશનલ રમી છે. ટેસ્ટ મેચોમાં અખત્રે 25.69 ની સરેરાશથી 178 વિકેટ લીધી. વનડે ઈંટરનેશનલમાં અખ્તરના નામે 24.97ની સરેરાશથી 247 વિકેટ નોંધાયેલી છે. ટી20 ઈંટરનેશનલમાં અખ્તરે 22.73 ની એવરેજથી 19 વિકેટ મેળવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર