MS Dhoni આઈપીએલના વચ્ચે મુસીબતમાં ફસાયા, 10 વાર નિયમોને અવગણ્યા, લિસ્ટમા સૌથી ઉપર છે નામ

ગુરુવાર, 18 મે 2023 (13:46 IST)
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જાહેરાતના નિયમોના ઉલ્લંઘનના મામલે ટોપ પર છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) એ નિયમોના ઉલ્લંઘનને લઈને એક યાદી જાહેર કરી છે, જેમાં સૌથી વધુ ફરિયાદો ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની વિરુદ્ધ મળી છે. રસપ્રદ વાત તો એ છે કે દેશમાં સેલિબ્રિટીઓ જે ઉત્પાદનોની જાહેરાત કરે છે તેમાં નિયમોના ઉલ્લંઘનના કેસમાં 1 વર્ષ પહેલાની સરખામણીમાં 803%નો વધારો થયો છે. ASCI અનુસાર, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટને લગતી ફરિયાદોની સંખ્યા ગયા વર્ષે 55 થી વધીને 503 થઈ ગઈ છે. તેમાં 800 ટકાથી વધુનો વધારો થયો છે.
 
જાહેરાત ઉદ્યોગની એકમાત્ર નિયમનકારી સંસ્થા ASCIએ કહ્યું છે કે સેલિબ્રિટી દ્વારા કરવામાં આવતી પ્રોડક્ટ્સની જાહેરાતમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એજન્સીએ કહ્યું છે કે જ્યારે સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટને સમર્થન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કરે છે ત્યારે તેઓ જરૂરી શરતો અને ઔપચારિકતાઓનું પાલન પણ કરતા નથી.
 
ASCI એ કહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની એ સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, જે એડ કેમ્પેઈન કરતા પહેલા જરૂરી શરતો પૂરી નથી કરતા. તેની સામે 10 ફરિયાદો છે. ASCIની આ યાદીમાં અભિનેતા-કોમેડિયન ભુવન બામનો પણ સમાવેશ થાય છે, જેમણે 7 કેસમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર