ભારતીય ટીમે આજે અહીંના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં ગ્રુપ-Bમાં પોતાની મહત્વની અને અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8-વિકેટથી પરાસ્ત કરી દીધું છે. દક્ષિણ આફ્રિકાએ કરેલા 191 રનના સ્કોરની સામે ભારતે 38 ઓવરમાં માત્ર બે જ વિકેટ ગુમાવીને 193 રન કરીને મેચ જીતી લીધી છે અને સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત તરફથી વિરાટ કોહલી અને શિખર ધવને અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા 12 રને આઉટ થયો હતો. શિખર ધવને 78 રન બનાવ્યા હતા. કોહલી 76 રને નોટ આઉટ રહ્યો હતો. યુવરાજે સિક્સ ફટકારી મેચમાં જીત અપાવી હતી. 15 જૂને બર્મિંઘમમાં રમાનાર સેમી ફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.