ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા.. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઇ ગયો હતો. ભારત તરફથી બેટિંગ કરવા રોહિત શર્મા અને કેએલ રાહુલ આવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 64 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યા છે. બુમરાહે 4 અને શમીએ બે વિકેટ લીધી.