વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈંડિયાએ શ્રીલંકાને તેની જ ધરતી પર વર્ષ 2015માં હરાવીને ટેસ્ટ શ્રેણી જીતવાની જે શરૂઆત કરી હતી તે સતત ચાલુ છે. ટીમ ઈંડિયાએ હવે ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવીને સતત સાતમી શ્રેણી જીત નોંધાવી છે. મંગળવરે તેમને ધર્મશાળામાં કંગારૂ ટીમને 8 વિકેટથી હરાવી દીધુ. આ સાથે જ તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર પણ કબજો કરી દીધો. જે ઓસ્ટ્રેલિયાની પાસે હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ શ્રેણી રોમાંચથી ભરપૂર રહી. જ્યા પહેલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત નોંધાવી તો બીજી બ આજુ બીજા ટેસ્ટમાં ભારતે કમબેક કર્યુ. જ્યારે કે ત્રીજી ટેસ્ટ ડ્રો રહી. આવામાં ધર્મશાલા ટેસ્ટ શ્રેણીના હિસાબથી નિર્ણાયક થઈ ગઈ હતી. ટીમ ઈંડિયાએ શ્રેણી પર કબજો કરવા માટે 106 રનની જરૂર હતી જે તેને 2 વિકેટ ગુમાવીને મેળવી લીધા. લોકેશ રાહુલ (51) અને અજિંક્ય રહાણે (38 રન, 27 બોલ, 4 ચોક્કા, 2 છક્કા) અણનમ પરત ફર્યા.