ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનો થયો અકસ્માત, પુત્ર પણ હતો સાથે

સોમવાર, 29 નવેમ્બર 2021 (12:30 IST)
Shane Warne
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનુ બાઈક રાઈડિંગ કરતી વખતે એક્સીડેંટ થઈ ગયુ છે અને તે ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યા તેમની સારવાર ચાલી રહી છે. સિડની મોર્નિંગ હેરાલ્ડની રિપોર્ટ મુજબ એક્સીડેંટ પછી વોર્ન લગભગ 15 મિનિટ સુધી ઢસડાયા. તેઓ ખરાબ રીતે ઘવાયા પણ છે. એક્સીડેંટ જે સમયે થયુ તે સમયે વોર્નનો પુત્ર જૈક્સન પણ તેમની સાથે હતો અને તે પણ ઘાયલ થયો છે. 
 
ફ્રેક્ચરની થવાન ઓ ભય 
 
શેનવોર્ન અકસ્માત બાદ જાતે જ હૉસ્પિટલ ગયો હતો. તેના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. વોર્નને પગમાં ફ્રેક્ચર થવાની બીક હતી જેના કારમે તેણે સારવાર લેવાનું નક્કી કર્યુ હતું. આગામી સમયમાં વોર્ન કોમેન્ટરી કરવા માટે એશિઝ સિરીઝમાં જવાનો છે.
 
ક્રૂઝ બાઇકિંગનો શોખ
 
શેનવોર્નને ક્રૂઝ બાઇકિંગનો શોખ છે તેની પાસે મોટરસાયકલનું કલેક્શન છે. આ આ મોટરસાયકલ સાથેની તસવીરો પણ તે ઈન્સ્ટાગ્રામમાં મૂકે છે. આ બાઇક સાથે રાઇડ પર અવારનવાર જાય છે. જોકે, આ અક્સ્માતની ઘટના પહેલીવાર સામે આવી છે. સામાન્ય રીતે વિદેશોમાં બાઇક મોંઘોદાટ શોખ હોવાના કારણે તેને સામાન્ય લોકો પરવડી શકતા નથી.
 
મેલબોર્નનો રહેવાસી છે શેનવોર્ન
 
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન દિગ્ગદ પૂર્વ સ્પિનર શેન વોર્ન ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યના મેલબોર્ન શહેરનો વતની છે. મેલબોર્ન વિશ્વનના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે જાણીતું છએ અને તે મેલબોર્નની ઓળખ છે. વોર્ન મેલબોર્નના રસ્તા પર અનેકવાર રાઇડીંગ માટે નીકળી પડે છે ત્યારે આજે તેના અકસ્માતના સમાચાર સમગ્ર વિશ્વમાં ચમક્યા છે. જોકે, વોર્નની તબિયત ઠીક હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર