એમએસ ધોનીની પુત્રીને ધમકી આપનારો યુવક ગુજરાતમાંથી પકડાયો

સોમવાર, 12 ઑક્ટોબર 2020 (07:44 IST)
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપનાર એન્ટી સોશિયલ યુઝર્સની આજે કચ્છના મુન્દ્રા તાલુકાના કપાયા ગામમાંથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ શખ્સની ઝારખંડ પોલીસની તપાસના આધારે અટકાયત કરવામાં આવી છે. હવે આ સગીર આરોપીનો કબજો ઝારખંડની રાંચી પોલીસને સોંપવામાં આવશે.' 
 
પોલીસે કહ્યું કે યુવકે કબૂલ્યું કે તેણે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 મેચ બાદ ઇન્સ્ટાગ્રામ પર ધમકીભર્યા સંદેશ પોસ્ટ કર્યા હતા. સિંહે કહ્યું કે, રાંચી પોલીસે આ યુવક વિશેની માહિતી કચ્છ (પશ્ચિમ) પોલીસ સાથે શેર કરી હતી અને તેને ધમકીભર્યા સંદેશ પોસ્ટ કર્યા છે કે નહીં તેની પુષ્ટિ કરવા જણાવ્યું હતું.
 
તેમણે કહ્યું, "રાંચી પોલીસે અમારી માહિતી શેયર કર્યા પછી અમે પૂછપરછ માટે તેની  અટકાયત કરી છે અને આરોપી કચ્છ જિલ્લાના મુન્દ્રાનો રહેનારો છે. તેમણે કહ્યું, "અમે પુષ્ટિ કરી કે આ છોકરો જ સંદેશ પોસ્ટ કરનાર છે." તેને રાંચી પોલીસના હવાલે કરવામાં આવશે. '
 
આ ધમકી બાદ રાંચી પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિમલિયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર