આ નાનકડી ભૂલની કિમંત પેટે લગભગ 10 લાખ રૂપિયાનો દંડ ચુકવશે ગંભીર

ગુરુવાર, 5 મે 2016 (14:04 IST)
આમ તો આઈપીએલ સીઝન 9માં અત્યાર સુધી શાંતી  જોવા મળી  છે.  ના તો મેદાન પર પહેલાની જેમ આગ  ભડકી છે અને ના હી ખેલાડીઓએ અત્યાર સુધી પોતાનો કંટ્રોલ ગુમાવ્યો છે. જ્યારે કે છેલ્લી કેટલીક સીઝનમાં પોલાર્ડ, સ્ટાર્ક ગેલ અને બાકી ખેલાડીઓએ એક પછી એક હરકતોથી દરેકને હેરાન કરી નાખ્યા હતા. 
 
વર્ષ 2016માં આઈપીએલના અત્યાર સુધી રમાયેલ 36 મેચમાંથી ફક્ત 2 મેચને છોડી દઈએ તો ખેલાડી મેદાન પર જેટલમેન જ જોવા મળ્યા છે. સીઝનમાં 9માં ફક્ત 2 અવસર એવા આવ્યા જ્યારે મેદાન પર ભડકીલા ક્રિકેટ જોવા મળ્યો.  પહેલા 1 મે ના રોજ રમાયેલ પુણે અને મુંબઈની મેચમાં ફક્ત 2 અવસર એવા આવ્યા જ્યારે મેદાન પર ભડકીલી ક્રિકેટ જોવા મળી. પહેલા 1 મે ના રોજ રમાયેલ પુણે અને મુંબઈની મેચમાં હરભજન સિંહ અને અંબાતી રાયડૂ મેદાન પર પરસ્પર લડતા જોવા મળ્યા. જ્યારે કે બંને ખેલાડી એક જ ટીમ મુંબઈ ઈંડિયંસનો વર્ષોનો ભાગ છે. 
 
ભજ્જી અને રાયડૂની લડાઈના એક જ દિવસ પછી 2 મેના રોજ બેંગલોર વિરુદ્ધ કલકત્તાની જીત પછી ગૌતમ ગંભીરની ફોટો જોવા મળી. જેમણે જીતની ખુશીમાં ખુરશી પર જ લાત મારી દીધી. ગંભીરની આ હરકત પછી તેમને આઈપીએલ કોડ ઓફ કંડક્ટના લેવલ એકમાં દોષી સાબિત કર્યો છે.  ગંભીર પર મેચની ફી ના 15 ટકા દંડ લગાવ્યો છે. ગંભીર પર તેમની ગેરવર્તણૂંકને કારણે દંડ ફટકાર્યો છે તો બીજી બાજુ વિરાટ કોહલીને ધીમી ગતિને કારણે 24 લાખ રૂપિયા દંડ પેટે ભરવા પડશે. સાથે જ વિરાટ કોહલીની ટીમના ખેલાડીઓને પણ 6-6 લાખ રૂપિયા ચુકવવા પડશે. 
 
સીઝન 9માં આ બીજીવાર બન્યુ છે જ્યારે વિરાટ કોહલી પર સ્લો ઓવર રેટને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા વિરાટ 12 લાખ રૂપિયાનો દંડ ભરી ચુક્યા છે. મતલબ વિરાટ કોહલી અત્યાર સુધી 36 લાખ રૂપિયાનો દંડ ભરી ચુક્યા છે. 

વેબદુનિયા પર વાંચો