ઓફ સ્પિનર જયંત યાદવ, લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જડેજા અને ઝડપી બોલર ઉમેશ યાદવની સારી બોલિંગની મદદથી ભારતે ઈગ્લેંડને ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે શનિવારે પુરી રીતે હલાવી નાખી. ઈગ્લેંડે આઠ વિકેત ગુમાવીને 268 રન બનાવ્યા.
ઈગ્લેંડે જીત્યો ટૉસ - ભારતીય સ્પિનરોએ ઈગ્લેંડના કપ્તાન અલેસ્ટેયર કુકે ટોસ જીતીને બેટિંગ કરવાના નિર્ણયને સવારે સત્રમાં 92 રન પર 4 વિકેટ લઈને તે ખોટા સાબિત કરી દીધો. ઈગ્લેડે જૉની બેયરસ્ટો(89)ના દમ પર બીજા સત્રમાં ફક્ત 1 વિકેટ ગુમાવી અને ટી ટાઈમ સુધી પોતાના સ્કોરને 5 વિકેટ પર 205 રન પર પહોંચાડી દીધો. બેયરસ્ટોએ 177 બોલના દાવમાં 6 ચોક્કા લગાવ્યા.
પ્રથમ દિવસે ટીમ ઈંડિયાનું પલડું ભારે
ભારતીય બોલરોએ અંતિમ સત્રમાં ઈગ્લેંડને 3 વિકેટ વધુ ચટકાવ્યા અને દિવસની સમાપ્તિ સુધી પોતાનુ પલડુ ભારે કરી લીધો. અંતિમ સત્રમાં પડેલા ત્રણેય વિકેટ જડેજા, જયંત અને યાદવે ઝટક્યા. પોતાની બીજી ટેસ્ટ રમી રહેલ હરિયાણાના જયંતે જો રૂટ(15)અને બેયરસ્ટો(39)ને નિપટાવ્યો. જ્યારે કે જડેજાએ બેન સ્ટોક્સ(29) અને જોસ બટલર(43) ના વિકેટ લીધા. યાદવે ઓપનર હસીબ હમીદ(9) અને ક્રિસ વોક્સ(25) ને પેવેલિયન મોકલ્યો. ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈગ્લેંડના કપ્તાન અને ઓપનર એલેસ્ટેયર કુક(27)ને આઉટ કર્યો.