ચાઈનામેનના જાદુથી ઓસ્ટ્રેલિયા 300 પર ઓલઆઉટ

શનિવાર, 25 માર્ચ 2017 (17:15 IST)
ભારતના યુવા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે પોતાના પદાર્પણ ટેસ્ટમાં કરિશ્માઈ બોલિંગ કરતા 68 રન પર ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને તેના કપ્તાન સ્ટીવન સ્મિથ(111)ની શ્રેણીના ત્રીજી સદી છતા ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે શનિવારે 300 રન પર પેવેલિયન ભેગા કર્યા. 
 
 
પોતાની પદાર્પણ ટેસ્ટ રમી રહેલ અને ભારતની 288મા ટેસ્ટ ખેલાડી બનેલ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના કુલદીપે 23 ઓવરની શ્રેષ્ઠ બોલિંગમાં 68 રન પર ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને એક વિકેટ પર 144 રનની ખૂબ જ મજબૂત સ્થિતિથી 88.3 ઓવરમાં 300 રન પર નિપટાવી દીધા. 
 
સાચા સાબિત થયા ચાઈનામેન 
 
ભારતે પહેલા દિવસની રમત સમાપ્ત થતા સુધી એક ઓવરમાં કોઈ રન નહી બનાવ્યો. શ્રેણીના નિર્ણાયક ટેસ્ટ શરૂ થતા પહેલા આ વાત કરી કે ક્યાય પણ ચર્ચા નથી કે કુલદીપને પસંદ કરવામાં આવશે. પણ ભારતીય ટીમના પ્રબંધને આ યુવા ચાઈનામેન બોલરને ઉતારવાની જે રમત રમી તે સફળ રહી.  કુલદીપે પોતાની  પ્રથમ ટેસ્તમાં ચમત્કારિક પ્રદર્શન કરી ટીમ પ્રબધકના નિર્ણયને સાચા સાબિત કરી દીધા. 
 
ચાઈનામેને લીધી 4 વિકેટ 
 
22 વર્ષીય કુલદીપે ખતરનાક ઓપનર ડેવિડ વોર્નર(56) પીટર હૈડ્સકોબ (8) ગ્લેન મેક્સવેલ 8 અને પૈટ કમિંસ (21)ની વિકેટ લીધી. ઝડપી બોલર ઉમેશ યાદવે 15 ઓવરમાં  69 રન પર બે વિકેટ ભુવનેશ્વર કુમારે 12.3 ઓવરમાં 41 રન પર એક વિકેટ, ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 23 ઓવરમાં 54 રન પર એક વિકેટ અને લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જડેજાએ 15 ઓવરમાં 57 રન પર એક વિકેટ લીધી. 

વેબદુનિયા પર વાંચો