દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે શ્રેણીમાં છ મેચોમાં 16 વિકેટ લેનારા યુઝવેન્દ્ર ચહલ મા/ટે 21 ફેબ્રુઆરીને તારીખ ક્યારેય ન ભૂલી શકનારી બની ગઈ. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 શ્રેણીની બીજી મેચમાં યુઝવેન્દ્રના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તેણે 11 વર્ષ જૂના જોગિંદર શર્માનો રેકોર્ડ તોડતા કંઈક એવુ કારનામુ કરી નાખ્યુ જે કોઈપણ ભારતીય બોલર ફરી કરવા નહી માંગે.
સુપરસ્પોર્ટ પાર્ક ખાતે ત્રણ મેચની T-20 શ્રેણીની બીજી T-20માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 16 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 188 રન બનાવી સાઉથ આફ્રિકાને 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મનીષ પાંડેએ 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આક્રમક બેટિંગ કરતા 48 બોલમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ પણ 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અડધી સદી(52) ફટકારી અણનમ રહ્યો હતો. સુરેશ રૈના 32, શિખર ધવન 24, વિરાટ કોહલી 1 અને રોહિત શર્મા 0 રન બનાવી આઉટ થયા હતા.