કલકત્તામા છવાયા રવિન્દ્ર જાડેજા, વન-ડે ક્રિકેટમાં 150 વિકેટો હાંસલ કરનાર પહેલો જ ભારતીય ડાબોડી સ્પિનર

રવિવાર, 22 જાન્યુઆરી 2017 (16:47 IST)
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાતી ત્રીજી અને સિરીઝની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ યાદગાર બની ગઈ છે, કારણ કે એમાં તેણએ એક અનોખો વિક્રમ નોંધાવ્યો છે.
 
જાડેજાએ ઈંગ્લેન્ડના ઓપનર સેમ બેલિંગ્સને આઉટ કર્યો હતો જે વન-ડે ક્રિકેટમાં એનો 150મો શિકાર બન્યો હતો. વન-ડે ક્રિકેટમાં 150 વિકેટો હાંસલ કરનાર જાડેજા પહેલો જ ભારતીય ડાબોડી સ્પિનર છે.
 
બેલિંગ્સ (35)ને ઈંગ્લેન્ડના 98 રનના સ્કોર પર જસપ્રીત બુમરાના હાથમાં ઝીલાવ્યા બાદ જાડેજા શાંત રહ્યો નહોતો અને 110 રનના સ્કોર પર ફરી ત્રાટક્યો હતો અને જેસન રૉય (65)ને પણ આઉટ કર્યો હતો, બોલ્ડ કર્યો હતો. આમ, વન-ડે ક્રિકેટમાં એણે લીધેલી વિકેટ્સનો આંકડો 151 પર પહોંચ્યો છે.

વેબદુનિયા પર વાંચો