Ind.VsEng - ભારતને ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે મળી 134 રનની બઢત

સોમવાર, 28 નવેમ્બર 2016 (15:05 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલ 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં હાલ મુકાબલો બરાબરી પર છે. ત્રીજા દિવસની રમત ચાલુ છે. ટીમ ઈંડિયા ટી ટાઈમ સુધી જ 417 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ટીમ ઈંડિયાએ પ્રથમ દાવના આધાર પર 134 રનની બઢત મેળવી લીધી છે. ઈગ્લેંડે પોતાની રમતના બીજા દાવમાં એક વિકેટ પર 29/1 (14.4)બનાવી લીધા છે. 
 
સ્કોર કાર્ડ જોવા માટે ક્લિક કરો 
 
આ પહેલા ટીમ ઈંડિયા માટે જયંત યાદવે ટેસ્ટના પ્રથમ ફિફ્ટી(55) બનાવ્યા. આ માટે તેમણે 132 બોલનો સામનો કર્યો. રવિન્દ્રજડેજાએ 90 રનોની મહત્વપુર્ણ રમત રમી. જેમા 10 ચોક્કા એક સિક્સર મારી. આર. અશ્વિને 72 રન બનાવ્યા.  તેમણે જડેજા સાથે 97 રનની ભાગીદારી કરી જ્યારે કે જડેજાએ જયંત યાદવ સાથે 80 રન માર્યા. બીજી બાજુ જયંતે ઉમેશ યાદવ સાથે 33 રન જોડ્યા. ઈગ્લેંડ તરફથી આદિલ રાશિદે 4 વિકેટ્લીધી તો બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી. જ્યારે કે એક ખેલાડી રનઆઉટ(કરુણ નાયર)થયો. 

વેબદુનિયા પર વાંચો