જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા. પાકિસ્તાનનો સ્કોર એક સમયે 1 વિકેટે 113 રન હતો. અહીંથી, તેમણે આગામી 43 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી. જસપ્રીત બુમરાહએ હારિસ રઉફને બોલ્ડ કર્યો. આ પછી, તેણે જેટ ક્રેશનો ઈસારો કરીને રઉફને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.