IND vs NZ 2nd Test: પહેલા દિવસ ની રમત સમાપ્ત, મયંક અગ્રવાલની સેંચુરીથી ભારત મજબૂત સ્થિતિમાં

શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (18:12 IST)
ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાય રહી છે. પહેલા દિવસની રમત સમાપ્ત થઈ  ગઈ છે.  સ્ટંપના સમયે ભારતે પ્રથમ દાવમાં 4 વિકેટ ગુમાવીને 221 રન  બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 120 અને ઋદ્ધિમાન સાહા 25 રન બનાવીને અણનમ રહ્યા છે. કીવી ટીમ તરફથી ચાર વિકેટ એજાજ પટેલે લીધી. આ પહેલા વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. 

 
- પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે પ્રથમ દિવસે પ્રથમ દાવમાં ચાર વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 120 અને રિદ્ધિમાન સાહા 25 રને અણનમ છે
- ભારતનો પ્રથમ દાવનો સ્કોર 68 ઓવર પછી 212/4 છે. મયંક અગ્રવાલ 111 અને રિદ્ધિમાન સાહા 25 રન બનાવીને રમી રહ્યા છે.
 
 
વિરાટ કોહલીએ જીત્યો ટોસ 
 
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ન્યુઝીલેંડની ટીમ પહેલા બોલિંગ કરવા ઉતરશે.  
 
ભારતની બેટિંગ શરૂ 
 
મયંક અગ્રવાલ અને શુભમન ગિલ ઓપનરના રૂપમાં મેદાન પર ઉતર્યા. ન્યુઝીલેંડની તરફથી ટિમ સાઉદીએ બોલિંગની શરૂઆત કરી અને આ ઓવર મેડન રહી. 
 
ન્યુઝીલેંડની પ્લેઈંગ ઈલેવન 
 
કેન વિલિયમસનની કોણી પર વાગવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાન પર ડેરિલ મિચેલને તક મળી છે. 
 
ન્યુઝીલેન્ડની ટીમઃ ટોમ લેથમ, વિલ યંગ, ડેરીલ મિશેલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ, રચિન રવિન્દ્ર, કાયલ જેમસન, ટિમ સાઉથી. એજાઝ પટેલ, વિલ સોમરવિલે
 
 
ભારતની પ્લેઈંગ ઈલેવન 
 
ભારતના મોટા ખેલાડી ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જડેજાને ટીમમાંથી બહાર જવુ પડ્યુ છે. જયંત યાદવ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળ્યુ છે. સાથે જ વિરાટ કોહલી પણ આ મેચમાં પરત ફરી રહ્યા છે. 
 
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, અક્ષર પટેલ, જયંત યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર