Ind. V/S Sri Lanka Live - ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે શ્રીલંકા સાથે ભારતનો મુકાબલો
ગુરુવાર, 8 જૂન 2017 (15:50 IST)
ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારતનો બીજો મુકાબલો શ્રીલંકા સામે રમાઈ રહ્યો છે. તેમાં ભારતે શ્રીલંકા વિરૂદ્ધ 12 ઓવરમાં વિના વિકેટે 5 9 રન બનાવી લીધા છે. રોહિત શર્મા અને શિખર ધવન રમતમાં છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017માં ભારત સામે શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા માટે આજની મેચ કરો યા મરો જેવી છે. જો શ્રીલંકા હારશે તો ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર ફેંકાઇ જશે.
જો કે આ મેચમાં વરસાદનું સંકટ પણ છવાયેલુ છે. ભારતીય ટીમના તમામ પ્લેયર્સે ગત મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. પાકિસ્તાન વિરૂદ્ધ પોતાની પ્રથમ મેચમાં ભારતે 124 રને જીત મેળવી હતી.