IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચ 100 રનથી જીતી લીધી છે.. આ સાથે જ ટીમ ઈંડિયાએ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે અને અભિષેક શર્માએ સારુ પ્રદર્શન કર્યુ. ભારતી ટીમે ઝિમ્બાબવે વિરુદ્ધ બીજી ટી20 મેચ 100 રનથી જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈંડિયાએ સીરીઝમાં 1-1 થી બરાબરી કરી લીધી છે. મેચમાં ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માએ સારુ પ્રદર્શન કર્યુ.
India vs Zimbabwe Cricket Team: ભારતીય ટીમ હાલ ઝિમ્બાબવે વિરુદ્ધ પાંચ મેચોંની ટી20 મેચોની શ્રેણી રમી રહી છે. શ્રેણીની બે મેચ રમાઈ છે અને શ્રેણી 1-1થી બરાબર છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની કમાન યુવા શુભમન ગિલના હાથમાં છે. બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અભિષેક શર્માએ તોફાની સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઝિમ્બાબવે વિરુદ્ધ T20 ઈંટરનેશનલે બનાવ્યો સૌથી મોટો સ્કોર
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝિમ્બાબ્વે સામે કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ T20Iમાં ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. હવે યુવા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2018માં T20Iમાં ઝિમ્બાબ્વે સામે 229 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે પ્રથમ વખત આ ચમત્કાર કર્યો
ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી રૂતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માએ રન બનાવવાની જવાબદારી લીધી હતી. આ બંને ખેલાડીઓએ મેદાનની દરેક બાજુએ સ્ટ્રોક ફટકાર્યા અને ટીમ માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થયા. અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી અને 100 રન જ્યારે ગાયકવાડે 77 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે પણ છેલ્લી ઓવરમાં સારી બેટિંગ કરી હતી. તેણે 22 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 234 રન બનાવવામાં સફળ રહી હતી.
યુવા ટીમે આ મોટો ચમત્કાર કર્યો છે. અગાઉ, ઝિમ્બાબ્વે સામે ટી-20માં ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 186 રન હતો, જે તેણે વર્ષ 2022માં બનાવ્યો હતો.