દિલ્લીના વેલકમ હોટલમાં આગ. ધોની સહિતના અન્ય ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

શુક્રવાર, 17 માર્ચ 2017 (12:53 IST)
દિલ્લીના દ્ધારકા વિસ્તારમાં સ્થિત વેલકમ હોટલમાં વિજય હઝારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલા ઝારખંડના ખેલાડીઓની હોટલમાં આગ લાગી હતી. જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવ પર જોખમ ઊભું થયું હતું. ધોની સહિતના અન્ય ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.  આ આગ એટલી ભયાનક હતી કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓની કિટ પણ સળગી ગઈ હતી.
 
મળતી માહિતી અનુસાર ધોની દ્વારકા વિસ્તારની એક હોટલમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલ વેલકમમાં ઉતર્યા હતા. આગ લાગ્યા બાદ હોટલના સ્ટાફે તાત્કાલિક ધોની સહિત અન્ય ખેલાડીઓને બહાર કાઢ્યા હતા. ઘટનાને જોતા શુક્રવારની મેચ મોકૂફ રાખવામાં આવી છે. ઝારખંડની ટીમ એમએસ ધોનીની કેપ્ટનસીમાં રમી રહી છે. ઝારખંડે વિજય હજારે ટ્રોફીની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પાલમમાં મેદાન પર રમાયેલી ક્વોટરફાઈનલમાં ઝારખંડે વિદર્ભને 6 વિકેટે હરાવી દીધી હતી. ઝારખંડની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના અંદાજ પ્રમાણે સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

વેબદુનિયા પર વાંચો