World Cup 2023: ભારત-પાક મેચની બદલી તારીખ, 15 ઓક્ટોબરના રોજ નહી રમાય મેચ

સોમવાર, 31 જુલાઈ 2023 (15:11 IST)
India vs Pakistan 2023 ODI World Cup Match Date: 2023 વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ હવે 15 ઓક્ટોબરના રોજ નહી રમાય. આ મહામુકાબલાની તારીખ બદલવામાં આવશે.  રિપોર્ટ મુજબ આજે ભારત-પાક મેચની તારીખનુ ઔપચારિક  એલાન કરવામાં આવશે.  
 
જો કે આ પહેલા જ રિપોર્ટમાં ભારત-પાક મેચની તારીખ સામે આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 2023 વનડે વર્લ્ડ કપમાં હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરના રોજ રમાશે.  અત્યાર સુધી બીસીસીઆઈ કે આઈસીસીએ ભારત-પાક મેચની નવી તારીખનુ એલાન કર્યુ નથી.  
 
આ કારણે બદલવામાં આવી રહી છે ભારત-પાક મેચની તારીખ 
 
રિપોર્ટ મુજબ 15 ઓક્ટોબરના રોજ નવરાત્રી આવી રહી છે.  આ કારણે વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની તારીખ બદલવામાં આવશે. હવે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરના રોજ મેચ રમાશે. 
 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને બીસીસીઆઈ (BCCI) એ ગયા મહિને વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી અને આ મેચની મેજબાની અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમને આપી.  ત્યારબાદથી અમદાવાદ માટે એરટિકિટ અને હોટલના રેટ આસમાને પહોચી ગયા. હવે મેચ એક દિવસ પહેલા કરાવવામાં બાવે છે તો દર્શકોને ખૂબ પરેશાની થશે.  
 
ભારતને વિશ્વ કપની પહેલી મેચ આઠ ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સાથે રમવાની છે. પાકિસ્તાનના બે મેચ છ અને 12 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં થશે.  ભારત અને પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા કરવવાથી બાબર આઝમની ટીમને અભ્યાસ માટે એક દિવસ ઓછો મળશે. 
 
ઉલ્લેખનીય છે કે 2023 ODI વર્લ્ડ કપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, જેમાં દિલ્હી, ધર્મશાળા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર