પ્લેયર ઓફ ધ સિરીઝ - અભિષેક શર્મા - 15,000 ડોલર
ફાઈનલ મેચમાં શું શું થયું
147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી: અભિષેક શર્મા (5), શુભમન ગિલ (12) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1). ત્યારબાદ તિલક વર્માએ સંજુ સેમસન સાથે ચોથી વિકેટ માટે 57 રન અને શિવમ દુબે સાથે પાંચમી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી, જેનાથી ભારતને 5 વિકેટથી વિજય મળ્યો. અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, પાકિસ્તાને સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાનની જોડી સાથે મજબૂત શરૂઆત કરી. આ જોડીએ 9.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 84 રન ઉમેર્યા. તેમ છતાં, ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.