ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે IPLની છેલ્લી કેટલીક મેચો ખૂબ સારી રહી છે. સિઝનની શરૂઆતમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિતે હવે છેલ્લી 4 મેચમાં 3 અડધી સદી ફટકારી છે. સિઝનની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે તેમના બેટ દ્વારા શાનદાર ઇનિંગ પણ જોવા મળી. આ મેચ પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાજસ્થાન રોયલ્સનો એક ખેલાડી રોહિત શર્માની સામે હાથ જોડીને ઉભો રહેલો જોવા મળ્યો હતો. રોહિતની પત્ની રિતિકા સજદેહને જોયા પછી તેની સામે પણ આ ખેલાડીએ હાથ જોડી દીધા.
રોહિત સામે હાથ જોડીને ઉભો રહ્યો આ ખેલાડી
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં, રાજસ્થાન રોયલ્સ માટે ઝડપી બોલર આકાશ માધવાલે ડેબ્યૂ કર્યું. મેચ પછી, આકાશ માધવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રોહિત શર્મા સાથે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મેચ પછી, આકાશ માધવાલ રોહિત શર્માનું હાથ જોડીને સ્વાગત કરતો જોવા મળ્યો અને પછી બંને વચ્ચે એક નાની વાતચીત થઈ. અત્રે એ ઉલ્લેખનીય છે કે આકાશ માધવાલે રોહિતની કેપ્ટનશીપ હેઠળ IPLમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર તે મુંબઈ ટીમનો ભાગ હતો.
ઓક્શનમાં રાજસ્થાનની ટીમે રમ્યો દાવ
તમને જણાવી દઈએ કે, આકાશ માધવાલ વર્ષ 2023 થી IPLનો ભાગ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે તેની પહેલી બે સીઝન રમી હતી. જ્યાં તેણે 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. આકાશ માધવાલે પોતાની ડેબ્યૂ સિઝનમાં જ 14 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે લખનૌ સામેની મેચમાં 5 રન આપીને 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી. આ વખતે, મેગા ઓક્શનમાં, રાજસ્થાને તેને 1.2 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ સિઝનમાં આ તેની પહેલી મેચ હતી જેમાં તે વિકેટ લઈ શક્યો નહી.