1 ડીસેમ્બરથી વેસ્ટ ઇન્ડિઝ- -ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો તખ્તો તૈયાર

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (15:56 IST)
ન્યૂઝીલૅન્ડ અને વિન્ડીઝ વચ્ચે આવતી કાલથી બે ટેસ્ટની શ્રેણીની પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ વહેલી સવારે ૩.૩૦થી) શરૂ થશે. કેન વિલિયમસનના નેતૃત્વમાં રમનારી કિવીઓની ટીમમાં પેસ બોલર ટિમ સાઉથી પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, કારણ કે તેની પત્ની બ્રેયા બીજા બાળકને જન્મ આપવાની છે. તેમને એક પુત્ર છે જે પાંચ વર્ષનો છે અને તેનું નામ કૂપર છે.
સાઉથીના સ્થાને ટીમમાં બૅટ્સમૅન જ્યૉર્જ વર્કરનો સમાવેશ કરાયો છે. ન્યૂઝીલૅન્ડની ટીમમાં મુખ્યત્વે ટ્રેન્ટ બૉલ્ટ, કૉલિન ડી’ગ્રૅન્ડહોમ, ટૉમ લેથમ, મૅટ હેન્રી, હેન્રી નિકોલ્સ, જીત રાવલ, મિચલ સૅન્ટનર, રૉસ ટેલર અને બી. જે. વૉટલિંગનો સમાવેશ છે. ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન કદાચ કરિયરની શરૂઆત કરશે. 
 
ન્યુઝીલેન્ડ : કેન વિલિયમસન (કેપ્ટન), બોલ્ટ, ગ્રાન્ડહોમ, મેટ હેનરી, ટોમ લાથમ, હેનરી નિકોલસ, જીત રાવલ, સેન્ટનર, ટીમ સાઉથી, રોસ ટેલર, નીલ વાગનર, વેટલિંગ

વેસ્ટ ઇન્ડિઝ : જેસન હોલ્ડર (કેપ્ટન), કે. બ્રેથવેટ, સુનિલ અમ્બરીસ, દેવેન્દ્ર બિશુ, બ્લેકવુડ, રોસ્ટન ચેઝ, કમિન્સ, ડાવરીચ, ગેબ્રિયલ, હેટમાયર, શાઇ હોપ, જોસેફ, કિરેન પોવેલ, રેમોન રેફર, રોચ
શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ- શ્રેણીનો કાર્યક્રમ નીચે મુજબ છે
   *   પહેલી ડિસેમ્બરથી વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ
   *   નવમી ડિસેમ્બરથી હેમિલ્ટનમાં બીજી ટેસ્ટ
   *   ૨૦મી ડિસેમ્બરે પ્રથમ વન ડે મેચ
   *   ૨૩મી ડિસેમ્બરના દિવસે બીજી વનડે મેચ
   *   ૨૬મી ડિસેમ્બરના દિવસે ત્રીજી વનડે મેચ
   *   ૨૯મી ડિસેમ્બરના દિવસે પ્રથમ ટવેન્ટી મેચ
   *   પહેલી જાન્યુઆરીએ  બીજી  ટવેન્ટી મેચ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર