ગુજરાતના આ 9 જીલ્લાઓમાં 3 મે પછી પણ નહી મળે રાહત, જાણો તમારા જીલ્લામાં કેટલી રાહત

શુક્રવાર, 1 મે 2020 (16:13 IST)
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપશે જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં મળે. મોદી સરકારે દેશના કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. આ પૈકી રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે અને કોઈ પણ છૂટ નહીં મળે. 
 
ગુજરાતના 9 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના જે જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે. 
 
ગુજરાતના મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા એ પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં હોવાથી આ જિલ્લાઓમાં લોકડાઉન હટાવાશે જ્યારે બીજા જિલ્લાઓમાં જિલ્લાઓમાં લોકડાઉન ચાલુ રહેશે. ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકડાઉન હળવું કરાશે અને મહત્તમ છૂટછાટો અપાશે. 
 
ગુજરાતના બાકીના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે જીલ્લાઓ ઓરેન્જ ઝોન જાહેર થયા છે તેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર