Gujarat Corona Virus Live - ગુજરાતમાં કોરોનાના 949 નવા કેસ, સુરત બન્યુ હોટ સ્પોટ

શનિવાર, 18 જુલાઈ 2020 (18:50 IST)
 શુક્રવારે ગુજરાતમાં કોરોનાવાયરસના 949 નવા કેસ નોંધાયા હોવાથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 46,516 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુવારે સાંજે રાજ્યમાં 17 દર્દીઓનાં મોત થયાં છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર 770 લોકોને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારબાદ સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 32,944 થઈ ગઈ છે.
 
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં- 166, વડોદરા કોર્પોરેશનમાં-64, સુરત -57, ભરુચ 47, રાજકોટ કોર્પોરેશન 35, નવસારી- 30, ભાવનગર કોર્પોરેશન 25, રાજકોટ- 23, ખેડા- 21, મહેસાણા 21, ભાવનગર- 19, ગાંધીનગર- 19, જુનાગઢ 19, અમદાવાદ-18, વલસાડ- 17, દાહોદ- 15, કચ્છ- 15, પાટણ- 15, જુનાગઢ કોર્પોરેશન- 14, ગાંધીનગર કોર્પોરેશન - 13, ગીર સોમનાથ-13, જામનગર કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર -13, વડોદરા -13, સાબરકાંઠા- 12, બનાસકાંઠા- 11, પંચમહાલ-10, આણંદ- 8, મોરબી-5, તાપી-5, બોટાદ- 4, અમરેલી-3, જામનગર-3, મહીસાગર-3, છોટા ઉદેપુર-1, દેવભૂમિ દ્વારકા- 1 અને નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.

07:02 PM, 18th Jul
ભરૂચ કોરોના અપડેટ
 
ભરૂચ નગર પાલિકા ના 3 કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત
 
2 સફાઈ કર્મચારી અને એક ઓફીસ સ્ટાફને દસ્તક દીધી કોરોનાએ
 
ટાઉન હોલ ની બાજુમાં વોર્ડ નંબર 4 માં 2 સફાઈ કર્મી તેમજ સમાજ સંગઠક અધિકારીને સિવિલમાં દાખલ કરાયા

07:01 PM, 18th Jul
પાટણ બ્રેકિંગ
 
- વિસ્વં કોરોના મહામારી મામલો
 
- પાટણ જિલ્લામાં કોરોના ના વધુ 8 કેસ સામે આવ્યા
 
- પાટણ માં 6 , સિદ્ધપુર શહેર માં 1 - સમી ખાતે 1 એક એક કેસ નોંધાયા
 
- 5 પુરુષ અને 3 મહિલા ને કોરોના 
 
- તમામ દર્દીઓ ને સારવાર અર્થે ખસેડયા
 
- પાટણ જિલ્લામાં કોરોનાનો આંક  406  ને પાર  થયો

07:00 PM, 18th Jul
સુરત બ્રેકિંગ
 
સુરત ગ્રામ્ય માં કોરોના વિસ્ફોટ
 
આજે વધુ 92 કેસ નોંધાતા ફફડાટ
 
ગ્રામ્યમાં 24 કલાકમાં 3 મોત
 
કામરેજ બે અને બારડોલીમાં 1નું મોત
 
મૃત્યુઆંક 57 પર પોહચ્યો
 
અત્યાર સુધીમાં કામરેજમાં સૌથી વધુ મોત થઈ

07:00 PM, 18th Jul
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરીનાનો વધુ એક પોઝિટિવ કેસ
 
 
-- દ્વારકા તાબેના ભીમરાણા ગામની 23 વર્ષીય યુવતીને કોરોના.
 
સ્વાદ ગુમાવવાના લક્ષણ સાથે ગઈકાલે લેવામાં આવેલા કોરોનાના સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો .
 
-- કર્ણાટકથી તા. 9 મી ના રોજ આવેલી અને બી. એસ. એફ. જવાન અધિકારીની પત્નિને હાલ ત્રણ માસનો ગર્ભ છે.
 
-- કોરોના સંક્રમિત આ પરિણીત યુવતી હાલ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ.
જિલ્લા કોરોના નાં પોઝેટીવ સંખ્યા પહોંચી 33.પર

05:48 PM, 18th Jul
નવી ખાનગી કોવિડ હોસ્પિટલ ના નામ
૧) નીલકંઠ કોવિડ હોસ્પિટલ
નટેસ્વર મંદીર, 80 ફૂટ રોડ, સોરઠીયા વાડી રોડ, રાજકોટ.
 
૨) સેલસ હોસ્પિટલ
રૈયા ચોકડી પાસે, રૈયા રોડ, રાજકોટ.
 
૩) જયનાથ કોવિડ હોસ્પિટલ
ગીતામંદીર ની બાજુ મા, ભક્તિનગર સર્કલ, રાજકોટ.
 
ઉપરોક્ત ૧ અને ૨ નંબરમાં દર્શાવેલ હોસ્પિટલ આજ થી ચાલુ થસે.
 
3 નંબર ની હોસ્પિટલ મંગળવાર (૨૧/૦૭/૨૦૨૦) થી શરુ થસે.
 
ટોટલ બેડ= 118

04:29 PM, 18th Jul
ઉપલેટા
 
ઉપલેટામાં આજે ફરી એક કોરોના સાથે આજના ફૂલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા
 
ઉપલેટા શહેરમાં સવારે ૧ અને ગ્રામ્યમાં ૧ પોજીટીવ કેસ બાદ અન્ય વધુ એક પોજીટીવ કેસ શહેરમાં નોંધાયો
 
ઉપલેટા શહેરમાં આવેલ સીમા મેડીકલના સંચાલક ૩૮ વર્ષીય યુવકનો રીપોર્ટ આવ્યો કોરોના પોજીટીવ 
 
ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી ૩૯
 
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર તુરંત હરકતમાં
 
કોરોના સંક્રમિત વિસ્તારને સેનેટાઈઝર કરવાની તજવીજ હાથ ધરાઈ

04:29 PM, 18th Jul
પાટણ બ્રેકિંગ
 
- વિસ્વં કોરોના મહામારી મામલો
 
- પાટણ શહેર માં કોરોના થી વધુ બે દર્દીઓ ના નિપજ્યા મોત
 
- 1 - સુભાસ ચોક પચોલી પાડા માં રહેતા 90 વર્સીય વૃઘ્ઘ નું મોત
 
- 2 - પાવથીપોળ માં રહેતાં 51 વર્સીય આધેડ નું પણ નીપજ્યું મોત
 
- સારવાર દરમ્યાન દર્દીનું નિપજ્યા મોત
 
- પાટણ જિલ્લામાં કોરોના દર્દીની મોત ની સંખ્યા પોહચી 36 પર...શહેર માં 22....

04:28 PM, 18th Jul
રાજકોટ માં નવી 3 ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ને આપવામાં આવી મંજૂરી
 
3 હોસ્પિટલમાં કુલ 18 બેડ ની સુવિધા સાથે કોવિડ સેન્ટર ની જાહેરાત કરવામાં આવી
 
નીલકંઠ હોસ્પિટલ 80 ફૂટ રોડ ,  સેલસ હોસ્પિટલ રૈયા રોડ અને જયનાથ હોસ્પિટલ ભક્તિનગર શર્કલ પર કોવિડ સેન્ટર માટે મંજૂરી

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ને કોરોના પોઝિટિવ 
 
ડો. મનીષ મહેતા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર
 
બે દિવસ થી સતત તાવ આવતા આજે રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ જાહેર
 
મંગળવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની રાજકોટ મુલાકાત દરમિયાન તેઓ સતત હતા તેમની સાથે
 
રૈયા રોડ અને 80 ફૂટ રોડ પરની બન્ને હોસ્પિટલ આજથી કોવિડ સેન્ટર થશે શરૂ જ્યારે ભક્તિનગર શર્કલ પર 21 જુલાઇ થી કોવિડ સેન્ટર થશે શરૂ

04:28 PM, 18th Jul
બનાસકાંઠા... અપડેટ..
 
જીલ્લામાં કોરોના નો કહેર યથાવત
 
આજે જીલ્લામાં  કોરોનાના કારણે 4 લોકોના મોત...
 
પાલનપુરમાં ત્રણ મોત થયા બાદ ડીસા કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત..
 
ડીસા કોવિડ હોસ્પિટલમાં દર્દી સોમાભાઈ સોનીનું મોત..
 
જીલ્લામાં 4 લોકો મોતને ભેટતા ફડફડાટ...

04:27 PM, 18th Jul
નવસારી
 
 
કોરોના વિસ્ફોટ યથાવત 
 
ગઈકાલના 31 કોવિડ 19 બાદ આજે પ્રથમ રાઉન્ડ માં 17 પોઝિટિવ કેશો આવતા જિલ્લાવાસીઓ માં ગભરાટ
 
કુલ એક્ટિવ કેશો 166 અને કુલ કેશો 348
 
નવસારી શહેર અને ગ્રામ્ય સાથે ગણદેવી અમલસાડ બીલીમોરા શહેર માં આવ્યા નવા કેશો

04:27 PM, 18th Jul
ભરૂચ કોરોના અપડેટ
 
 
ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી 13 નવા પોઝિટિવ કેસ ભરૂચમાં નોંધાયા
 
કુલ આંકડો 619 થયો

11:10 AM, 18th Jul
જેતપુર
- જેતપુર ગ્રામ્ય માં નોંધાયા વધુ 1 કેસ
- જેતપુર ના સરધારપુર ગામે 42 વર્ષીય પુરૂષ ને કોરોના પોઝિટિવ

11:05 AM, 18th Jul
સુરત બ્રેકિંગ
- સ્મીમેર હોસ્પિટલ ની વધુ એક બેદરકારી નો આરોપ
- વૃદ્ધા ને કોવિડ હોસ્પિટલ માંથી રજા આપી કાપોદ્રા પોલીસ મથક પાસે મૂકી ટિમ જતી રહી
- 13 જુલાઈ ના રોજ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
- બસ માં જગ્યા ન હોવાનું કારણ ધરી વૃદ્ધા ને ઘર ની જગ્યાએ કાપોદ્રા મૂકી ગયા
- પરિવાર વૃદ્ધા ને ઘરે લઈ જતા જ તેમનું ગણતરી ના કલાક માં જ મોત
- મોત બાદ હોબાળો મચાવતા ફરી મનપા ની હોસ્પિટલ મૃતદેહ લઈ સ્મીમેર પોસ્ટ મટર્મ રૂમ ખાતે મોકલી આપી

11:03 AM, 18th Jul
બનાસકાંઠા....
- પાલનપુરની  બનાસ મેડિકલ કોવિડ હોસ્પિટલમાં  3 દર્દીના મોત..
- 2 શંકાસ્પદ અને 1 કોરોના પોઝીટીવ દર્દીનું મોત...
- ગત રાત્રે સારવાર લઈ રહેલા 2 શંકાસ્પદ દર્દીઓના રાત્રે થયા  મોત...
- કોરોના પોઝીટીવ 1 દર્દી નું વહેલી સવારે થયું મોત...
- 2 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના હતા બાકી....
- 1..કંકુબેન રવાભાઈ પ્રજાપતિ..નવાવાસ દાંતા..શંકાસ્પદ
- 2..મુસાભાઈ ઇસ્માઇલભાઈ શેલિયા.ગઠામણ..શંકાસ્પદ
- 3..રતાભાઈ અદાભાઈ દરજી..ખાનપુર.થરાદ..પોઝીટીવ
- જિલ્લામાં કોરોના મૃત્યુ આંક પહોંચ્યો 27 પહોંચ્યો..

11:01 AM, 18th Jul
દીવ
- દીવ માં કોરોના નો રાફડો ફાટ્યો........
- એકસાથે નોંધાયા 18 કેસ.....
- આ પહેલા પણ આવ્યા હતા 7 કેસ......
- વેચાણ કરતા ફેરિયા અને શાકભાજી વેંચતા લોકો નું કરાયું હતું ટેસ્ટિંગ.....
- એક સાથે 18 કેસ આવતા નાનકડા દીવ માં ચિંતા નો માહોલ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર