ડૉ. મનમોહન સિંહનાં સૂચનો રસીકરણનું આયોજન - મનમોહન સિંહ પત્રમાં લખે છે, ડૉ. મનમોહન સિંહે લખ્યું છે, "દેશમાં કેટલા ટકા લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે, તે જોવાની જગ્યાએ મોટાપ્રમાણમાં લોકોને રસી આપવામાં આવે."કંપનીઓને રસીના કેટલા ડોઝનો ઑર્ડર આપ્યો છે, આગામી છ મહિના સુધી કેટલી રસીને ડિલિવરી માટે મંજૂરી મળી છે, વગેરે માહિતી સરકારે જાહેર કરવી જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સમન્વય - રસીના સંભવિત પુરવઠામાંથી રાજ્યોને કઈ ફૉર્મ્યુલા આધઆરે વહેંચણી કરાશે, આ અંગે સરકારે સંકેત આપવા જોઈએ. કેન્દ્ર સરકાર 10 ટકા રસી ઇમર્જન્સી માટે બાજુ પર રાખી શકે છે. રાજ્યોને આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે, જેથી તેઓ એ પ્રમાણે આયોજન કરી શકે. કોરોના દર્દી પાસે ઇન્જેક્શનના બહાને 45 હજાર ખંખેરતો રાજકોટનો 'સમાજસેવક' કઈ રીતે ઝડપાયો? ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યા વિસ્તૃત કરવી - શાળાના શિક્ષકોને ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે ગણી રસી આપવા ડૉ. મનમોહન સિંહે સૂચન કર્યું છે. તંત્રે ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યા વિસ્તૃત કરીને તેમાં અન્ય વર્ગોને સમાવવાની જરૂર છે, જેમનું પણ રસીકરણ કરવું જોઈએ. વૅક્સિન કોને આપવી તેને લઈને એક જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, તેમાં રાજ્યોને છૂટછાટ આપવામાં આવવી જોઈએ.45 વર્ષથી ઓછી વયના કેટલાંક ક્ષેત્રોના લોકોનો તેમાં સમાવેશ થશે. ઉદાહરણ માટે શાળાના શિક્ષકો; બસ, થ્રી-વ્હિલર અને ટૅક્સી ડ્રાઇવર; મ્યુનિસિપલ અને પંચાયતના સ્ટાફ અને થઈ શકે તો વકીલોને રસી આપવી જોઈએ. જેઓ પણ ફ્રન્ટલાઇન વર્કર તરીકે કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત સૌથી મોટા રસીનિર્માતા દેશ તરીકે ઊભરી આવ્યો છે. જાહેર આરોગ્યના ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં સરકારે ભંડોળ અને સવલતો આપીને રસીનિર્માતાઓને વધુમાં વધુ મદદ કરવી જોઈએ. જેના થકી ઉત્પાદન વધારી શકાશે. આ સિવાય મને લાગે છે કે આ સમયે એક અનિવાર્ય પરવાનો બહાર પાડવાની જરૂર છે, જે અંતર્ગત કંપની એક પરવાના આઘારે રસી બનાવી શકશે. HIV/AIDSની રસી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. રસીની આયાત કરવી - દેશમાં રસીનો મર્યાદિત પુરવઠો હોવાથી યુરોપિયન મેડિકલ એજન્સી USFDA દ્વારા જેની મંજૂરી મળી છે, એવી રસીની આયાત માટે પરવાનગી આપવી જોઈએ. આપણે એક અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઇમર્જન્સી સ્થિતિમાં રસીની આયાત માટે સવલતો ઊભી કરવી જોઈએ.
ડૉ. મનમોહન સિંહનાં સૂચનો